શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના કારણે બૉલીવુડને થયુ 2000 કરોડનુ નુકશાન, જાણો વિગતે
દિલ્હીમાં હજુ પણ 31 ઓક્ટોબર સુધી થિએટરોને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. છેલ્લા છ મહિનાથી સિનેમાઘરો બંધ રહેવાથી બૉલીવુડને 2000 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે
મુંબઇઃ કોરોનાએ દેશના ઉદ્યોગ-ધંધા જડમૂળમાંથી હલાવી નાંખ્યા છે. આમાં ફિલ્મ ઉદ્યોગ પણ સામેલ છે. ફિલ્મ ઉદ્યોગને કોરોનાના કારણે બે હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં થિએટરો ને ખોલાવાનો આદેશ આપી દીધો છે. હવે આખા દેશમાં 15 ઓક્ટોબરથી સિનેમાઘરો ખુલી જશે. પરંતુ આના માટે થિએટરોને કૉવિડ-19ના નિયમોનુ પાલન કરવુ પડશે.દિલ્હીની લોકોને થિએટર ખોલવાની થોડી રાહ જોવી પડશે.
દિલ્હીમાં હજુ પણ 31 ઓક્ટોબર સુધી થિએટરોને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. છેલ્લા છ મહિનાથી સિનેમાઘરો બંધ રહેવાથી બૉલીવુડને 2000 કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે.
દિલ્હીના ડિલાઇટ સિનેમાના જનરલ મેનેજર રાજ કુમાર મેહરોત્રાનુ કહેવુ છે કે આનાથી ઇન્ડસ્ટ્રીને 3-4 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થયુ છે. આ દરમિયાન કેટલાયે મોટી ફેસ્ટિવ સિઝન પણ નીકળી ગઇ છે. તેને કહ્યું કે એ પણ માંગ છે કે સિનેમાઘરો જો ખુલે છે તો સરકારને એક વર્ષ સુધી સબસિડી આપવી જોઇએ અને ટેક્સ ના લેવો જોઇએ. નહીં તો સિનેમાઘરોને વધુ મોટુ નુકશાન થશે.
ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર 6 મહિનાથી વધુ સમય સુધી સિનેમાઘરો બંધ રહ્યાં છે, આ દરમિયાન ઇન્ડસ્ટ્રીને ખુબ મોટુ નુકશાન થયુ છે. ઇન્ડસ્ટ્રીને પહેલા 2000 હજાર કરોડ રૂપિયાનુ નુકશાન થઇ ચૂક્યુ છે. હજુ પણ કેટલીય મોટી ફિલ્મો અધરમાં લટકેલી છે. જેમાં અક્ષય કુમારની સૂર્યવંશી, સલમાનની રાધે, રણવીર સિંહની 83, વરુણ ધવનની કુલી નંબર-1, જૉન અબ્રાહમની મુબઇ સાગા સામેલ છે. આ ફિલ્મોને સુપરહીટ થવાની આશા છે. માત્ર આ ફિલ્મો 1000થી વધુ કમાણી વાળા લિસ્ટમાં છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement