શોધખોળ કરો
કોરોનાઃ એક્ટ્રેસ કંગના રનૌતેત PM CARES ફંડમાં આપ્યા 25 લાખ રૂપિયા
કંગનાની આ વાતની માહિતી તેની મેનેજર બહેન રંગોલી ચંદેલે ટ્વીટર પર આપી હતી

આ પહેલા કંગનાની ફિલ્મ જજમેંટલ હૈ ક્યા રિલીઝ થઈ હતી. Photo Credit: @team_kangana_ranaut)
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત પણ કોરોના સામેની લડાઇ લડવામાં આગળ આવી છે. કંગનાએ પીએમ કેયર્સ ફંડમાં કોરોના સામે લડવા માટે પોતાના તરફથી 25 લાખ રૂપિયાની મદદ કરી છે. કંગનાની આ વાતની માહિતી તેની મેનેજર બહેન રંગોલી ચંદેલે ટ્વીટર પર આપી હતી. આ ઉપરાંત તેને એ પણ જણાવ્યુ કે, એવા મજૂરોના પરિવારો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી રહી છે, જે આ મહામારીમાં મુશ્કેલીમાં ફસાયા છે.
રંગોલી ચંદેલે ટ્વીટ કરીને લખ્યુ, કંગના એ પણ પીએમ રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનુ યોગદાન આપ્યુ છે, અને મજૂરો માટે રાશન ડૉનૉટ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે કંગના રનૌત સિવાય બીજા કેટલાક બૉલીવુડ સ્ટાર્સે કોરોના સામેની લડતામાં સહાય માટે આગળ આવ્યા છે.

વધુ વાંચો