(Source: ECI/ABP News/ABP Majha)
અક્ષયને વધુ એક ઝટકો, હેરા ફેરી બાદ વધુ એક સિક્વલ ફિલ્મમાંથી થઇ બાદબાકી, જાણો કોણે કર્યો ખુલાસો
ફિલ્મ ક્રિટિક કેઆરકેએ (Kamaal R Khan) આને લઇને એક મોટુ એલાન કર્યુ છે, અને આ વાત કહી છે. જોકે આને લઇને હજુ સુધી કોઇ અધિકારિક સામે નથી આવી
મુંબઇઃ બૉલીવુડના સુપરસ્ટાર અને ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારે અને તેના ફેન્સ માટે મોટો ઝટકા સમાન ખબર સામે આવી છે, રિપોર્ટ મળી રહ્યાં છે કે, અક્ષય હવે આગામી વધુ એક સિક્વલ ફિલ્મમાંથી બહાર થઇ ગયો છે. ખરેખરમાં અક્ષય કુમારને સિક્વલનો કિંગ માનવામાં આવી રહ્યો છે, ત્યારે એક પછી એક ફિલ્મમાંથી બહાર જવા પાછળ અક્ષયની ફ્લૉપ ફિલ્મો જવાબદાર છે.
સુ્ત્રો અનુસાર, સમાચાર છે કે અક્ષય કુમાર હેરા ફેરીની સિક્વલ બાદ બેબીની સિક્વલમાંથી પણ બહાર ફેંકાઇ ગયો છે, એટલે કે બેબીનો બીજો ભાગ બેબી ટૂ બની રહ્યો છે, જેમાંથી મેકર્સે અક્ષયને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ પહેલા ભૂલ ભૂલૈયા અને હેરા ફેરીમાંથી પણ અક્ષયને આઉટ કરીને તેની જગ્યાએ કાર્તિક આર્યનને સેટ કરવામાં આવી ચૂક્યો છે.
ફિલ્મ ક્રિટિક કેઆરકેએ (Kamaal R Khan) આને લઇને એક મોટુ એલાન કર્યુ છે, અને આ વાત કહી છે. જોકે આને લઇને હજુ સુધી કોઇ અધિકારિક સામે નથી આવી. કેઆરકે એ ટ્વીટ કરીને લખ્યું- મારા સૂત્રના અનુસાર દિગ્દર્શક નીરજ પાંડે જલદી જ બેબી ટુની ઘોષણા કરવાનો છે. આ ફિલ્મનો હિસ્સો પણ અક્ષય કુમાર હોય તેની શક્યતા નહીંવત છે.
તાજેતરમાં જ એક્ટર જ કાર્તિક આર્યને જણાવ્યું હતું કે, તે જલદી જ વધુ એક ફિલ્મની જાહેરાત કરવાનો છે, આ ફિલ્મ માટે લુકના ઓડિશન આપી રહ્યો છે. માની શકાય કે તે કદાચ બેબી ટુ ફિલ્મની જ વાત કરી રહ્યો છે.
અક્ષય કુમારની ફી વધુ હોવાથી હવે તેને પોતાની ફિલ્મોમાં લેવા માટે નિર્માતા ખચકાઇ રહ્યા છે. તેમજ કાર્તિક આર્યન આજે નવી પેઢીનો માનીતો હીરો બની ચુક્યો છે, તેમજ અક્ષય કરતાં તેની ફી પણ ઘણા પ્રમાણમાં ઓછી છે. જોકે અક્ષયે પોતાની ફી ઘટાડવાની પણ વાત કરી છે. પરંતુ કહેવાય છે કે, કાર્તિકની સફળતા જોઇને તેને આવનારા દિવસોમાં બોલીવૂડનો ટોચોનો સિતારો થવાનું લોકો માની રહ્યા છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram