Aishwaryaa Rajinikanth-Dhanush Separated: 18 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો, ધનુષે પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરી
તમિલ ફિલ્મોના જાણીતા ફિલ્મ સ્ટાર અને તાજેતરમાં 'અતરંગી રે'માં મહત્વની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા ધનુષે સોશિયલ મીડિયા દ્વારા તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરી છે.
![Aishwaryaa Rajinikanth-Dhanush Separated: 18 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો, ધનુષે પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરી Dhanush Rajinikanth daughter Aishwaryaa separated 18 years togetherness friends decided to part as couple Aishwaryaa Rajinikanth-Dhanush Separated: 18 વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો, ધનુષે પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/17/d2fa9294be3323245c0a538735676651_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Dhanush-Aishwarya Rajinikanth Separated: તમિલ ફિલ્મોના જાણીતા ફિલ્મ સ્ટાર અને તાજેતરમાં 'અતરંગી રે'માં મહત્વની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા ધનુષે સોશિયલ મીડિયા દ્વારા તેની પત્ની ઐશ્વર્યા રજનીકાંતથી અલગ થવાની જાહેરાત કરી છે. ઐશ્વર્યા અને ધનુષના લગ્ન વર્ષ 2004માં થયા હતા અને બંનેને બે બાળકો પણ છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી છે અને તે ફિલ્મ નિર્દેશક અને પ્લેબેક સિંગર પણ છે.
આ જ પોસ્ટ શેર કરતાં બંનેએ લખ્યું, '18 વર્ષનો સાથ... મિત્રો તરીકે, દંપતી તરીકે, માતા-પિતા તરીકે. એકબીજાના શુભેચ્છક તરીકે. આ સફર એક સાથે આગળ વધવાની, સમજવાની, એડજસ્ટ કરવાની અને અપનાવવાની રહી છે….આજે આપણે એવા સ્થાને ઉભા છીએ જ્યાં આપણા રસ્તાઓ અલગ થઈ ગયા છે. ઐશ્વર્યા અને મેં એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે અને હવે અમે એક વ્યક્તિ તરીકે પોતાને વધુ સારી રીતે સમજવા માટે સમય આપીશું. કૃપા કરી અમારા નિર્ણયનો આદર કરો અને અમને આ ડિલ કરવા માટે અમને ગોપનીયતા આપો.
ઓમ નમઃ શિવાય
પ્રેમ ફેલાવો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)