શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસ: રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકે જામીન માટે ત્રીજી વખત દાખલ કરી અરજી
એક્ટ્રેસ રિયાના ભાઈ શોવિકને સપ્ટેમ્બરના રોજ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસ મામલામાં ધરપકડ થયેલા રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકે જામીન માટે ત્રીજી વખત અરજી કરી છે. શોવિકે સુપ્રિમ કોર્ટે હાલમાં જ આપેલા એક આદેશનો હવાલો આપતા વિશેષ કોર્ટમાં એકવાર ફરી જામીન અરજી દાખલ કરી છે. એક્ટ્રેસ રિયાના ભાઈ શોવિકને સપ્ટેમ્બરના રોજ એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલા વિશેષ કોર્ટ અને બોમ્બે ઉચ્ચ ન્યાયાલયે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. શોવિકે એનીપીએસ અધિનિયમ સંબંધી મામલાની સુનાવણી કરી રહેલી વિશષ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટે હાલમાં જ આપેલા આદેશનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, એનસીબી અધિકારીઓ સમક્ષ આપવામાં આવેલા કન્ફેશનલ નિવદનો પૂરાવા તરીકે માની શકાય નહીં.
શોવિકે અરજીમાં કહ્યું કે, તેને આ મામલે ખોટી રીતે ફસાવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આરોપી વિરુદ્ધ સમજ્યા વિચાર્યા વગર ધારા 27(એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, કસ્ટડી સંબંધિત અરજીઓણાં હજુ સુધી આવા કોઈ આરોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જે એનડીપીએસ અધિનિયમની ધારા 27એ હેઠળ આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement