શોધખોળ કરો

'તિહાર જેલમાં તેણે મને કિસ કરી અને ...', સુકેશ ચંદ્રશેખરની ચાર્જશીટમાં મહત્વના ખુલાસાઓ, એક્ટ્રેસે ખોલ્યા અનેક

સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Sukesh Chandrashekhar Chargesheet: સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ત્રીજી પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ઘણા ખુલાસા થયા છે. બોલિવૂડની એક અભિનેત્રીએ આ મામલે કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. અભિનેત્રીએ જણાવ્યું છે કે મે 2018માં જ્યારે તે સુકેશ ચંદ્રશેખરને મળ્યા બાદ તિહાર જેલમાંથી બહાર આવી ત્યારે પિંકી ઈરાનીએ BMW કારમાં તેની તરફ 2000 રૂપિયાની નોટોનું બંડલ ફેંક્યું અને કહ્યું, "યે રખ, તેરી. "

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે ચંદ્રશેખરની સહયોગી ઈરાની ઉર્ફે એન્જલે IGI એરપોર્ટ પર તેના માટે ઘૂંટણની લંબાઈનો સ્કર્ટ ખરીદ્યો હતો અને તેને શોર્ટ્સમાં બદલવા કહ્યું હતું કારણ કે તે તિહારમાં તમામ લોકોનું ધ્યાન એક્ટ્રેસ તરફ આકર્ષિત કરી શકે છે. અભિનેત્રીએ કહ્યું, "જ્યારે તે જેલમાં પ્રવેશ્યા પછી રડવા લાગી ત્યારે ઈરાનીએ તેને વારંવાર કહ્યું કે 'કંઈ નહીં થાય'. ઈરાનીએ તેને માથું નીચું રાખવાનું પણ કહ્યું જેથી તેનો ચહેરો સીસીટીવી કેમેરામાં દેખાઈ ન જાય."

અભિનેત્રીએ સુકેશના ઘણા રહસ્યો જાહેર કર્યા

નિવેદનને ટાંકીને ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, "તિહારમાં અમને ઘણા બધા ગેજેટ્સવાળા રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે જ એક વ્યક્તિ રૂમમાં પ્રવેશ્યો અને મને કહેવામાં આવ્યું કે તે સુકેશ ચંદ્રશેખર છે. તેણે બ્રાન્ડેડ કપડાં અને ઘડિયાળ પહેરેલી હતી. માથાથી પગ સુધી સજ્જ હતો. તેણે પોતાનો પરિચય શેખર રેડ્ડી તરીકે આપ્યો. ઈરાનીએ મને કહ્યું કે તે સન ટીવીનો માલિક છે અને જયલલિતાનો ભત્રીજો છે અને વોટિંગ મશીન હેક કરવા બદલ જેલના સળિયા પાછળ છે."

અભિનેત્રીએ આગળ કહ્યું, "મેં તેને બધાની સામે બૂમો પાડી કે તેણે મને મળવા માટે તિહાર જેલમાં કેમ બોલાવી. તેણે મને કહ્યું કે તે મારા પર ક્રશ છે અને લાંબા સમયથી મારી સીરિયલ્સ જોઈ રહ્યો છે. મેં તેને કહ્યું કે મારા બે બાળકો છે અને મારું એક બાળક છ મહિનાનું છે. તેણે મને કહ્યું કે મારા પતિએ મને વેચી દીધી છે અને તે મને બચાવવા માંગે છે.

મુંબઈ આવ્યા બાદ બ્લેકમેલ કરતો હતો

અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે ચંદ્રશેખરે તેને તેના અંગત જીવન વિશે ઘણી વાતો કહી જે કોઈ જાણતું ન હતું. તેણીએ કહ્યું, "ત્યારબાદ સુકેશે મને ગળે લગાવી અને મને કિસ કરી, પરંતુ હું રૂમમાંથી બહાર નીકળી ગઇ. હું તિહારથી બહાર આવી તે પછી એન્જલે મને 2 લાખ રૂપિયા આપ્યા. તેણે તેની ઘડિયાળ પણ ઉતારી અને મને આપી. અભિનેત્રીએ કોર્ટમાં જણાવ્યું કે મુંબઈ પરત ફર્યા બાદ તેને બ્લેકમેલ કરવામાં આવી હતી અને 8 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. અભિનેત્રીના નિવેદનના આધારે દિલ્હી પોલીસને શંકા છે કે ચંદ્રશેખરે તેને ફસાવી હતી.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget