શોધખોળ કરો

Pathaan: રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની 'પઠાણ'નો જલવો, કમાણીમાં સાઉથની આ મોટી ફિલ્મને આપી માત

Pathaan Overseas: અભિનેતા શાહરૂખ ખાનની 'પઠાણ' ફિલ્મ રિલીઝ પહેલા જ ચર્ચામાં રહે છે. વિદેશમાં પઠાણની ટિકિટોનું એડવાન્સ બુકિંગ અને કમાણી જબરદસ્ત ચાલી રહી છે.

Pathaan Overseas Advance Booking: 'પાર્ટી પઠાણ કે ઘર પે હોંગી, તો એસે મે પઠાણ તો આયેગા ઓર સાથ મે પટાખે ભી લાએગા, ફિલ્મ પઠાણનો મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનનો આ ડાયલોગ હવે સાચો સાબિત થતો જણાય છે. કારણ કે રિલીઝ પહેલા 'પઠાણ'એ વિદેશોમાં ધમાકો શરૂ કરી દીધો છે. આલમ એ છે કે ઓસ્ટ્રેલિયા, UAE, USA અને જર્મની જેવા દેશોમાં 'પઠાણ' ટિકિટનું એડવાન્સ બુકિંગ જોરદાર થઈ રહ્યું છે. જેના કારણે 'પઠાણ'એ રિલીઝ પહેલા જ વિદેશમાં કલેક્શન શરૂ કરી દીધું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે જર્મનીમાં કલેક્શનના મામલે પઠાણે સાઉથ સિનેમાની આ મોટી ફિલ્મને પાછળ છોડી દીધી છે.

'પઠાણ'એ સાઉથની આ બ્લોકબસ્ટર ફિલ્મને પાછળ છોડી

વિદેશમાં બમ્પર એડવાન્સ બુકિંગ અને કલેક્શનને લઈને શાહરૂખ ખાનની 'પઠાણ'ની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. બધાને એ જાણીને નવાઈ લાગી કે રિલીઝના 8 દિવસ પહેલા જ 'પઠાણ'એ વિદેશોમાં કેવી રીતે પોતાનો ચાર્મ ફેલાવ્યો છે. આવી સ્થિતિમાં 'પઠાણે' સાઉથના રોકિંગ સુપરસ્ટાર યશની બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF ચેપ્ટર 2' (KGF 2)ને જર્મનીમાં ભારતીય ફિલ્મની કમાણીના મામલામાં પાછળ છોડી દીધી છે. અત્યાર સુધીના રિપોર્ટ અનુસાર KGF 2 એ જર્મનીમાં 144 યુરોની કમાણી કરી હતી. જેની કિંમત ભારતીય રૂપિયાના આધારે લગભગ 1.2 કરોડ છે. જ્યારે 'પઠાણ'એ રિલીઝ પહેલા જ ટિકીટના એડવાન્સ બુકિંગ દ્વારા જર્મનીમાં 150યુરો એટલે કે 1.32 કરોડની જંગી કમાણી કરી છે. આવી સ્થિતિમાં સ્પષ્ટ થશે કે બોલિવૂડની પઠાણ હવે સાઉથના રોકી ભાઈ કરતા આગળ નીકળી ગઇ છે.

જર્મનીમાં 'પઠાણ'નું આકર્ષક એડવાન્સ બુકિંગ

શાહરૂખ ખાનના ફેન્સ દુનિયાના ખૂણે ખૂણે છે. જેના કારણે વિદેશોમાં 'પઠાણ' ટિકિટોનું જબરદસ્ત એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જર્મનીમાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો એટલે કે 'પઠાણ'ના ઓપનિંગ ડે માટે અત્યાર સુધીમાં 4000 ટિકિટોનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. જ્યારે સપ્તાહના અંતે 'પઠાણ'ની 8500થી 9000 જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget