શોધખોળ કરો

Drishyam 3: બીજા ભાગની સફળતા બાદ હવે ત્રીજો ભાગ પણ બનશે, જાણો ક્યારે થશે રિલીઝ, કોણે કર્યો ખુલાસો

'દ્રશ્યમ 2'ની અપાર સફળતા બાદ હવે ફિલ્મ ડાયરેક્ટર અભિષેક પાઠકે કન્ફોર્મ કરી દીધુ છે કે, તેઓ હવે બહુજ જલદી ત્રીજો ભાગ 'દ્રશ્યમ 3' લઇને આવશે.

Drishyam 3: અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2' બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ફિલ્મ અનેક પ્રકારના સસ્પેન્સોથી ભરેલી છે, ફેન્સને તેના પહેલા અને બીજા ભાગે ખુબ જ ઇમ્પ્રેસ કર્યા છે, હવે બહુ જ જલ્દી 'દ્રશ્યમ 3' પણ સિનેમાઘરોમાં આવી જશે. આ વાતનો ખુલાસો ખુદ ફિલ્મ મેકરે કર્યો છે, બીજા ભાગની સફળતા બાદ હવે ત્રીજો ભાગ બનાવવા માટે ફિલ્મ મેકરે તૈયારીઓ આરંભી દીધી છે.

'દ્રશ્યમ 2'ની અપાર સફળતા બાદ હવે ફિલ્મ ડાયરેક્ટર અભિષેક પાઠકે કન્ફોર્મ કરી દીધુ છે કે, તેઓ હવે બહુજ જલદી ત્રીજો ભાગ 'દ્રશ્યમ 3' લઇને આવશે. આ માટે તમામ પ્લાનિંગ શરૂ થઇ ગયા છે. અભિષેક પાઠકે પોતાના એક લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તેઓ 'દ્રશ્યમ 2'ની અપાર સફળતાથી ખુશ છે, અને તેઓ હવે આગળનુ પ્લાનિંગ કરી રહ્યાં છે. નિર્દેશકે બતાવ્યુ કે, અમને પણ આવી આશા નહતી કે આટલો સારો રિસ્પૉન્સ મળશે, આટલો ફિલ્મને મળેલો પ્રેમ જોઇને હુ સ્તબ્ધ છું.

'દ્રશ્યમ 3' વિશે વાત કરતા અભિષેક પાઠકે કહ્યું કે, અમે ફિલ્મના ત્રીજા ભાગને લઇને આવીશું, આની રાઇટિંગ પર થોડાક દિવસોમાં કામ પણ શરૂ થઇ જશે. મલયાલમમાં જ્યારે મોહનલાલની ફિલ્મનો પહેલો પાર્ટ આવ્યો હતો, ત્યારે મેકર્સે હિન્દીમાં સબ ટાઇટલ ન હતુ રાખ્યુ, જેનો ફાયદો અમને મળ્યો, આ જ રીતે અમારી કોશિશ છે કે, અમે સાથે મળીને જ ફિલ્મના ત્રીજા ભાગને રિલીઝ કરીએ. અમે અમારુ વર્ઝન કાઢીશું, તે (મલયાલમ) પોતાનુ વર્ઝન, જેને જોઇને વધુ મજા આવશે. 

Drishyam 2ની ધાંસૂ કમાણી, પાંચમા દિવસે કરી આટલા કરોડ રૂપિયાની કમાણી -
Drishyam 2 Box Office Collection Day 5: અજય દેવગન સ્ટારર ‘દ્રશ્યમ 2’ બૉક્સ ઓફિસ પર ઓપનિંગ ડેથી લઇને  હજુ સુધી ધમાલ મચાવી રહી છે. સસ્પેન્સ, ક્રાઇમ થ્રિલરથી ભરેલી આ ફિલ્મએ 18 નવેમ્બર 2022એ બૉક્સ ઓફિસ પર એન્ટ્રી કરી હતી, ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ‘દ્રશ્યમ 2’ને આજ સુધી 5 દિવસ થઇ ચૂક્યા છે, પરંતુ તેનો ક્રેઝ ઓછી નથી થઇ રહ્યો છે. આ ફિલ્મની કમાણી અત્યારે ટૉપ પર છે.

‘દ્રશ્યમ 2’એ 5માં દિવસે કેટલું કર્યુ કલેક્શન -
‘દ્રશ્યમ 2’ રિલીઝ પહેલા દિવસથી જ ઓડિયન્સને સિનેમાઘરો સુધી ખેંચવામાં સફળ રહી છે. કમાણીની વાત કરીએ તો પહેલા દિવસની ‘દ્રશ્યમ 2’ની કમાણી 15.38 કરોડ રૂપિયા રહી છે. વળી, બીજા દિવસે પણ ફિલ્મનું કલેક્શન શાનદાર રહ્યુ અને આમાં 21.59 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મએ ત્રીજા દિવસે 27.17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, ચોથા દિવસે પણ ફિલ્મનુ કલેક્શન સારુ રહ્યુ હતુ, અને 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.વળી, અર્લી ટ્રેન્ડ્સ અનુસાર, ફિલ્મ પાંચમા દિવસે સારી કમાણી કરી રહી છે. અર્લી ટ્રેન્ડ્સ પ્રમાણે ‘દ્રશ્યમ 2’એ 5મા દિવસે પણ 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. આની સાથે જ ફિલ્મની કુલ કમાણી 87.01 થઇ ગઇ છે. 

‘દ્રશ્યમ 2’નુ કલેક્શન -
પહેલો દિવસ - 15.38 કરોડ રૂપિયા 
બીજો દિવસ - 21.59 કરોડ રૂપિયા 
ત્રીજો દિવસ - 27.17 કરોડ રૂપિયા 
ચોથો દિવસ - 11.87 કરોડ રૂપિયા 
પાંચમો દિવસ - 11 કરોડ રૂપિયા (અર્લી ટ્રેન્ડ્રસ) 
કુલ કલેક્શન - 87.01 કરોડ રૂપિયા 

દ્રશ્યમ 2  સ્ટાર કાસ્ટ -
'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hakabha Gadhvi । હકાભા ગઢવીના ગંભીર આરોપ પર રાજકોટ સિવિલના MRI વિભાગના વડાની પ્રતિક્રિયાHun To Bolish : હું તો બોલીશ : ક્યા ક્યા અધિકારીઓ ગીધ?Hun To Bolish: હું તો બોલીશ : AMC કે દલાતરવાડીની વાડી?Gujarat Heat Wave Alert: આગામી 48 કલાક ગુજરાતીઓ માટે ભારે! રાજ્યમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
Gujarat: રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, જાણો અમદાવાદમાં કેટલું તાપમાન નોંધાયું ?
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
PM Modi Mauritius Visit: મોરિશિયસના પ્રધાનમંત્રીએ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી 
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
Pakistan train Hijack: પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક, બલૂચ આર્મીએ કર્યો 6 સૈનિકોને મારવાનો દાવો
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
IPL 2025: શરુઆતની મેચ નહીં રમી શકે આ ખેલાડીઓ, હાર્દિક પંડ્યા અને બુમરાહનું નામ પણ સામેલ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ
Airtel-Starlink Deal: એલોન મસ્કની સ્ટારલિંક અને Airtel વચ્ચે કરાર, સેટેલાઈટથી મળશે સુપર-ફાસ્ટ ઈન્ટરનેટ
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Pakistan Train Hijack: 'બધાને ઉડાવી દેશું', પાકિસ્તાનમાં બલूચ આર્મીએ ટ્રેન હાઈજેક કરી, મુસાફરોને બનાવ્યા બંધક
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Weather: હોળી પર વરસાદની આગાહી, આ રાજ્યોમાં રંગમાં ભંગ પાડશે વરસાદી ઝાપટું, વાંચો IMD નું એલર્ટ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Indian Sports: ભારતીય કુસ્તીબાજો માટે ગુડ ન્યૂઝ, WFI પર લદાયેલો પ્રતિબંધ ખતમ
Embed widget