શોધખોળ કરો
Advertisement
સુશાંત સિંહ પર બનનારી ફિલ્મ વિવાદોમાં સપડાઇ, ફિલ્મમાં સુશાંત બનેલા એક્ટરે પ્રૉડ્યૂસર પર લગાવ્યો શોષણનો આરોપ
સુશાંતના જીવન પર બનનારી ફિલ્મનુ નામ 'સુસાઇડ યા મર્ડરઃ એ સ્ટાર વૉઝ લૉસ્ટ' છે. સચિન તિવારી સુશાંત સિંહનો હમશકલ છે, અને આ ફિલ્મમાં કામ મળતા તે ઘણો ઉત્સાહિત હતો. પરંતુ હવે તેને ફિલ્મના પ્રૉડ્યૂસર સનોજ મિશ્રા પર શોષણનો આરોપ લગાવ્યો છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ એક ફિલ્મ બનવા જઇ રહી છે, આ ફિલ્મ સુશાંતના જીવન અને મોત પર બની રહી છે. થોડાક દિવસો પહેલા ખબર હતી કે ફિલ્મમાં સુશાંત સિંહની ભૂમિકા માટે ટિકટૉક સ્ટાર સચિન તિવારીને સામેલ કરવામાં આવ્યો છે. હવે રિપોર્ટ છે કે સચિન તિવારીએ ફિલ્મના પ્રૉડ્યૂસર પર છેતરપિંડી અને શોષણનો આરોપ લગાવ્યો છે.
સુશાંતના જીવન પર બનનારી ફિલ્મનુ નામ 'સુસાઇડ યા મર્ડરઃ એ સ્ટાર વૉઝ લૉસ્ટ' છે. સચિન તિવારી સુશાંત સિંહનો હમશકલ છે, અને આ ફિલ્મમાં કામ મળતા તે ઘણો ઉત્સાહિત હતો. પરંતુ હવે તેને ફિલ્મના પ્રૉડ્યૂસર સનોજ મિશ્રા પર શોષણનો આરોપ લગાવ્યો છે.
સચિન તિવારીનુ કહેવુ છે કે તેનો સનોજ સાથે કોઇ કૉન્ટેક્ટ નથી થયો. સનોજે એશિયન એજને કહ્યું કે, સચિનને ફિલ્મની કહાની અને કેરેક્ટર વિશે બતાવી દીધુ હતુ. અમે જુલાઇથી તેની સાતે વર્કશૉપ કરવાના હતા. પરંતુ થોડાક દિવસ બાદ તેને વર્કશૉપમાં આવવાનું બંધ કરી દીધુ અને અમાર કૉલનો રિસ્પૉન્સ આપવાનુ પણ બંધ કરી દીધુ.
સનોજ મિશ્રાએ કહ્યું કે, તેને અમારી સાથે ફિલ્મ સાઇન કરી દીધી છે, અને અમે પ્રૉડક્શન માટે એક કરોડ રૂપિયા ખર્ચ પણ કરી ચૂક્યા છે. વળી, ફિલ્મ સુસાઇડ ઔર મર્ડરના પ્રૉડ્યૂસર વિજય શેખરે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યુ કે, તેને સચિનની સાથે યોગ્ય કરાર કર્યો છે, સનોજે નહીં. વિજયે કહ્યું સનોજે જે પેપર બતાવ્યા તે છેતરપિંડી હતી. તે પેપર પર ફિલ્મનુ નામ અને સચિનને એમાઉન્ટનો ઉલ્લેખ ન હતો.
આ બધાની વચ્ચે સચિન તિવારીએ પણ કહ્યું કે, હું 3-4 દિવસ સુધી સનોજની સાથે રહ્યો હતો. મને ફક્ત ખાવામાં ખિચડી આપવામાં આવતી હતી, તે પણ દિવસમાં એકવાર. અમૂક સમયે નાસ્તો મળતો હતો, અને તેની ચૂકવણી મારે કરવી પડતી હતી. સચિને કહ્યું કે મને કોઇ પૈસા નથી મળ્યા. જો મળ્યા હોય તો તે સબૂત બતાવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement