Olaએ લોન્ચ કર્યા નવા Electric Scooters, જાણો તેની રેન્જ અને કિંમત?
તમામ જનરેશન 3 સ્કૂટર્સમાં સેફ્ટી માટે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે

ઓલા ઇલેક્ટ્રિકે ભારતીય બજારમાં ગ્રાહકો માટે ઇલેક્ટ્રિક સ્કૂટર્સની નવી Gen 3 રેન્જ લોન્ચ કરી છે. જનરેશન 3 પ્લેટફોર્મ પર બનેલ નવા સ્કૂટર્સની આ રેન્જમાં Ola S1 Pro, Ola S1 Pro Plus, Ola S1X અને Ola S1X Plusનો સમાવેશ થાય છે. આ બધા નવા ઓલા સ્કૂટર કંપનીના લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ MoveOS 5 પર કામ કરે છે. પહેલા સ્કૂટરમાં હબ મોટર્સનો ઉપયોગ થતો હતો પરંતુ હવે કંપનીએ નવા ઓલા સ્કૂટરમાં મિડ ડ્રાઇવ મોટર અને ઇન્ટિગ્રેટેડ મોટર કંટ્રોલ યુનિટનો ઉપયોગ કર્યો છે.
Get ready for the Next Level of Electric Innovation! #OlaNextLevel https://t.co/0yV74xvKwn
— Ola Electric (@OlaElectric) January 31, 2025
સુવિધાઓ અને ડ્રાઇવિંગ રેન્જ
ઓલાએ જનરેશન 3 પ્લેટફોર્મ પર બનેલી આ નવી રેન્જ માટે બ્રેક બાય વાયર ટેકનોલોજીનું પેટન્ટ કરાવ્યું છે. આ સિસ્ટમ બ્રેક લીવર પર સેન્સરનો ઉપયોગ કરીને બ્રેક પેડનો ઘસારો અને મોટર રેસિસ્ટન્સને સંતુલિત કરવાનું કામ કરે છે જેનાથી રેન્જમાં 15 ટકા સુધીનો વધારો કરે છે.
તમામ જનરેશન 3 સ્કૂટર્સમાં સેફ્ટી માટે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે, આ સાથે આ નવીનતમ મોડેલ્સની કિંમત અગાઉના મોડેલોની તુલનામાં 31 ટકા ઓછી થઈ ગઈ છે. આ ઉપરાંત પીક પાવરમાં 53 ટકાનો વધારો થયો છે. કંપનીનો દાવો છે કે પ્રો પ્લસ વેરિઅન્ટ્સની ટોપ સ્પીડ 141 કિમી પ્રતિ કલાક છે અને એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી આ સ્કૂટર્સ 320 કિમી સુધીની રેન્જ આપશે.
Ola S1X Gen 3 Price
Ola S1X 2kWh વેરિઅન્ટની કિંમત 79,999 રૂપિયા, 3kWh વેરિઅન્ટની કિંમત 89,999 રૂપિયા અને ટોપ 4kWh મોડેલની કિંમત 99,999 રૂપિયા છે. Ola S1X Plus ના 4kWh વેરિઅન્ટની કિંમત 1,07,999 રૂપિયા છે. આ બધી કિંમતો એક્સ-શોરૂમ કિંમતો છે.
Ola S1 Pro Gen 3 Price
આ ઓલા સ્કૂટરના 3kWh વેરિઅન્ટની કિંમત 1,14,999 રૂપિયા છે, 4kWh વેરિઅન્ટની કિંમત 1,34,999 રૂપિયા છે. Ola S1 Pro Plus વેરિઅન્ટનું 4kWh વેરિઅન્ટ 1,54,999 રૂપિયામાં અને 5.5kWh વેરિઅન્ટ 1,69,999 રૂપિયામાં વેચાશે. આ બધા વેરિઅન્ટ્સની કિંમતો એક્સ-શોરૂમ કિંમતો છે.
Mahindra Thar Roxxના સૌથી સસ્તા મોડેલની કેટલી છે કિંમત? તેને ખરીદવા કેટલો ભરવો પડશે હપ્તો?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
