![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mika Singh Lifestyle: મીકા સિંહ ટી-સીરીઝ પાસેથી મેળવે છે આટલા કરોડનો પગાર, વૈભવી જીંદગી જીવે છે મીકા
મીકા સિંહ હાલ પોતાના રિયાલીટી શો 'સ્વંવર મીકા દી વોટી'ને લઈ ચર્ચામાં છે. મીકા 45 વર્ષની ઉંમરે હવે લગ્ન કરવા જઈ રહ્યો છે.
![Mika Singh Lifestyle: મીકા સિંહ ટી-સીરીઝ પાસેથી મેળવે છે આટલા કરોડનો પગાર, વૈભવી જીંદગી જીવે છે મીકા From Luxurious House To Cars Of Crores These Are The Parts Of Mika Singh Lifestyle Mika Singh Lifestyle: મીકા સિંહ ટી-સીરીઝ પાસેથી મેળવે છે આટલા કરોડનો પગાર, વૈભવી જીંદગી જીવે છે મીકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/15/9f51618f5282900c50039b6f1f68ff1a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Swayamvar Mika Di Vohti: મીકા સિંહને આજે કોઈ પરીચયની જરુર નથી. તે એક જાણીતો સિંગર અને રૈપર છે, જેણે પોતાના અવાજ અને ગીતોથી એવી તો ઓળખાણ બનાવી છે કે, આજે તેની ફેન ફોલોઈંગનો આંકડો ઘણો મોટો થઈ ગયો છે. જો કે, મીકા સિંહ હાલ પોતાના રિયાલીટી શો 'સ્વંવર મીકા દી વોટી'ને લઈ ચર્ચામાં છે. મીકા 45 વર્ષની ઉંમરે હવે લગ્ન કરવા જઈ રહ્યો છે. ત્યારે આજે વાત કરીએ મીકાની આલીશાન જીંદગી વિશે. મીકા પોતાની લક્ઝુરીયસ લાઈફ સ્ટાઈલના કારણે પણ સતત ચર્ચામાં રહે છે. આલિશાન ધર અને લક્ઝરી ગાડીઓ સાથે ઘણી મોંધી વસ્તુઓ મીકાની લાઈફસ્ટાઈલનો જ એક ભાગ છે.
કરોડોના ઘરનો માલિક છે મીકા સિંહઃ
રિપોર્ટ્સ અનુસાર મીકા સિંહ પાસે 35 કરોડથી પણ વધારાની કિંમતની પ્રોપર્ટી છે. જેમાં અંધેરી સ્થિત તેનું આલિશાન ઘર અને મીકા આઈલેન્ડ પણ શામેલ છે.
મીકા પાસે છે લક્ઝરી ગાડીઓઃ
મીકા સિંહને વૈભવી અને મોંઘી કારનો પણ શોખ છે. રિપોર્ટ્સ અનુસાર મીકા પાસે પોર્શ પૈનામેરા (કિંમત - 1.46 કરોડ), હમર (કિંમત - 80 લાખ), લેમ્બોર્ગિની (કિંમત - 3 કરોડ), ફોર્ડ મસ્ટેંગ (કિંમત - 76 લાખ), મર્સિડીઝ JLS (કિંમત - 1.07 કરોડ) અને ડોઝ ચેલેન્જર એસઆરટી હેલકૈટ (કિંમત - 52 લાખ) જેવી મોંઘી ગાડીઓ છે.
મીકાની નેટવર્થઃ
મીકા સિંહને ટી-સીરીઝ પાસેથી દર વર્ષે 3 કરોડનો પગાર મળે છે. જો રિપોર્ટ્સનું માનીયે તો મીકાની નેટવર્થ 115 કરોડ રુપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. આ બધાથી મીકા સિંહ એક આલિશાન જીંદગી જીવે છે. અલબત્ત આ વૈભવી જીંદગીનું શ્રેય મીકાની મહેનત અને તેના ટેલેન્ટને મળે છે. મીકા સિંહે આ બધુ મેળવવા માટે ઘણી મહેનત કરી છે.
આ પણ વાંચોઃ
IND vs SA: ચોથી ટી-20ને લઈ ટીમ ઈન્ડિયાનું રાજકોટમાં આગમન, કાઠિયાવાડી વાનગીનો માણશે સ્વાદ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)