શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સોશ્યલ મીડિયા પર ધમકી આપનારાઓ પર કઇ એક્ટ્રેસ ગિન્નાઇ ને પછી ટ્વીટ કરીને શું કહ્યું, જાણો વિગતે
યે રિશ્તા ક્યા કહલાતા હૈની એક્ટ્રેસ હિના ખાને ટ્વીટ કર્યુ કે સોશ્યલ મીડિયા પર ધમકી આપનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ
મુંબઇઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર અનેકવાર કોઇ ખરાબ વાતને લઇને હંમેશા સેલેબ્સ કે કોઇ ફિલ્મસ્ટાર ટ્રૉલ થતા રહે છે, ઘણીવાર તો કેટલાક લોકો દ્વારા આ લોકોને ધમકીઓ પણ મળતી હોય છે. આવા લોકો પર હવે ટીવી એક્ટ્રેસ હિના ખાન ગિન્નાઇ છે.
તાજેતરમાં જ યુટ્યૂબર શુભમ મિશ્રા, જેમને સ્ટેન્ડ અપ કૉમેડિયન અગ્રીમા જોશુઆને ધમકી આપી હતી. તેમને વડોદરામાં પકડી લેવામાં આવ્યા હતા, તેમને સતત ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, અને કેટલાય સેલેબ્સ જે સોશ્યલ મીડિયા પર તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યાં છે. જાણકારી અનુસાર, વડોદરા પોલીસે તાજેતરમાં જ સૂ-મોટો કાર્યવાહી કરતા યુટ્યૂબરને પકડી લીધો હતો. આ બધુ જોયા બાદ યે રિશ્તા ક્યા કહલાતા હૈની એક્ટ્રેસ હિના ખાને ટ્વીટ કર્યુ કે સોશ્યલ મીડિયા પર ધમકી આપનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ.
તે કહે છે, આ જ સમય છે જે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જલ્દી કાર્યવાહી કરે છે, અને હંમેશા માટે તેને હલ કરી દેવામાં આવે. કેમકે આને નજરઅંદાજ ના કરાય, રિપોર્ટ કરવુ કે બ્લૉક કરવુ પર્યાપ્ત નથી. હું @TwitterIndia @YouTubeIndia @instagramને આગ્રહ કરુ છુ કે ચેનલ/એકાઉન્ટ/હેન્ડલને પ્રતિબંધ કરવા પર વિચાર કરો.
ઉલ્લેખનીય છે કે હિના ખાન હંમેશા પોતાના બેબાક નિવેદનોથી બધાની બોલતી બંધ કરી દે છે. હિનાએ આગળ લખ્યું- એક વીડિયોને હથિયાર તરીકે વાપરવામાં આવે છે, કેમેરાનો ઉપયોગ કરીને નફરત ફેલાવવાની કોશિશ કરવામાં આવે છે, આવા લોકો પર કડક કાર્યવાહી કરીને બધાને સબક શિખવાડવો જોઇએ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હિના ખાન સ્ટાર પ્લસના પૉપ્યુલર શૉ યે રિશ્તા ક્યા કહલાતામાં જોવા મળી હતી, બાદમાં રિયાલિટી શૉ, બિગબૉસ સહિતની સીરિયલોમાં હિના ખાને કામ કર્યુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion