Avantika Dassani On Struggle: 'ભાગ્યશ્રીની દીકરી હોવાને કારણે કામ મળતું નથી...', અવંતિકા દાસાનીએ વ્યક્ત કર્યું દર્દ
Avantika Dassani On Struggle: ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દાસાની કહે છે કે સેલિબ્રિટીની દીકરી હોવાના લીધે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મળતું નથી
Avantika Dassani On Struggle: બોલિવૂડ એક્ટ્રેસ ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દાસાનીએ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો છે. તેણે વેબ સિરીઝ મિથ્યામાં કામ કર્યું હતું. જેમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. પરંતુ અવંતિકા માટે ફિલ્મી દુનિયામાં પ્રવેશવું આસાન નહોતું. એક્ટિંગમાં કરિયર બનાવતા પહેલા અવંતિકા કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતી હતી. તે માને છે કે સેલિબ્રિટીની દીકરી હોવાથી કોઈ ફાયદો થતો નથી. પરંતુ હા પરફોર્મ કરવાની ક્ષમતા હોવાના લીધે કામ મળે છે.
ભાઈ અભિમન્યુએ પ્રેરણા આપી
એક ઈન્ટરવ્યુમાં અવંતિકાએ કહ્યું, 'હું સ્વીકારું છું કે અભિનય મારા મગજમાં ક્યાંક ને ક્યાંક હતો. મેં મારા અભ્યાસ દરમિયાન સખત મહેનત કરી. કોલેજમાં ટોપ કર્યું. ઉચ્ચ શિક્ષણ માટે લંડન ગઇ અને શિષ્યવૃત્તિ મેળવી. સાચું કહું તો, હું સારું કરી રહી હોત, પરંતુ હું જે કરી રહી હતી તેનાથી હું ખુશ નહોતી. મારા ભાઈ (અભિમન્યુ દાસાની)એ મને કેટલીક વર્કશોપમાં જોડાવાનું કહ્યું અને મારા પર વિશ્વાસ કર્યો, બીજા દિવસે મને લાગ્યું કે મારે આ જ કરવું હતું
View this post on Instagram
નિપોટીઝમની ચર્ચામાં નથી પડવા માંગતી
તેણે આગળ કહ્યું, 'હું ફિલ્મ પરિવાર, સ્ટાર કિડ અને નેપોટિઝમની ચર્ચામાં પડવા માંગતી ન હતી. હવે પાછળ જોતાં એવું લાગે છે કે એ અભિપ્રાયો મહત્ત્વના ન હતા. જ્યારે હું મોટી થઈ રહી હતી, ત્યારે હું આ બધી બાબતોથી ઘણી પરેશાન રહેતી હતી, પરંતુ હવે હું ખૂબ ખુશ છું.
ભાગ્યશ્રીની દીકરી હોવાથી કામ મળતું નથી
અવંતિકાએ જણાવ્યું કે તેણે તેના ઘરે ઘણી વસ્તુઓ શીખી છે. તેણીએ કહ્યું, 'હું લાંબા સમય પહેલા સમજી ગઈ હતી કે મારે સંઘર્ષમાંથી પસાર થવું પડશે. મારી માતાએ અમને સાથે તૈયાર કર્યા. મેં મારા ભાઈને સખત મહેનત કરતા જોયા છે, જેનાથી મારા અનુભવમાં વધારો થયો છે. હા, તેના કેટલાક ફાયદા છે, પરંતુ ભાગ્યશ્રીની પુત્રી હોવાનો કોઈ ફાયદો નથી. માત્ર પરફોર્મ કરવાની ક્ષમતા, પાત્રમાં ફિટ અને માર્કેટિંગ મૂલ્યથી જ તમને કામ મળશે.
જણાવી દઈએ કે અવંતિકા દાસાની તમિલ ફિલ્મ નેનુ સ્ટુડન્ટ સર સરમાં જોવા મળશે, જેમાં તે બેલમકોંડા ગણેશ બાબુ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. અને વેબ સિરીઝ મિથ્યાની બીજી સીઝનની પણ ચર્ચા થઈ રહી છે.