![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ileana D Cruzએ પહેલીવાર ફ્લોન્ટ કર્યો બેબીબમ્પ, વીડિયો શેર કરી લખ્યું ‘જિંદગી હાલ હી મે’
Ileana D Cruz: ઇલિયાના ડીક્રુઝ છેલ્લા ઘણા દિવસોથી પોતાની પ્રેગ્નન્સીને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીએ હવે તેનો સંપૂર્ણ બેબી બમ્પ ફ્લોન્ટ કરતો તેનો વીડિયો શેર કર્યો છે.
![Ileana D Cruzએ પહેલીવાર ફ્લોન્ટ કર્યો બેબીબમ્પ, વીડિયો શેર કરી લખ્યું ‘જિંદગી હાલ હી મે’ Ileana D'Cruz shared video flaunting full baby bump for the first time, wrote in the post- 'Life recently' Ileana D Cruzએ પહેલીવાર ફ્લોન્ટ કર્યો બેબીબમ્પ, વીડિયો શેર કરી લખ્યું ‘જિંદગી હાલ હી મે’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/04/02c2e91fe71b0849ccc4dd44e433c33a1683170146790723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ileana D’Cruz Pregnant: ઇલિયાના ડીક્રુઝે ગયા મહિને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી તે પોતાની પ્રેગ્નન્સીની જર્નીની એક ઝલક શેર કરી છે. પ્રથમ વખત અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેના બેબીબમ્પને ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે.
ઇલિયાનાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતો વીડિયો શેર કર્યો છે
36 વર્ષની અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના પાલતુ કૂતરા સાથે બેડ પર આરામ કરતી જોવા મળે છે. તે કોફીની ચૂસકી લેતી વખતે ગાઉન પહેરેલી જોવા મળી હતી. વીડિયોમાં ઇલિયાનાએ તેના બેબી બમ્પની ઝલક પણ બતાવી અને વીડિયોને કેપ્શન આપ્યું, ‘જિંદગી હાલ હી મે’
ઇલિયાનાએ બે તસવીરો શેર કરી
થોડા અઠવાડિયા પહેલા ઇલિયાનાએ તેની પ્રેગ્નન્સીની ઝલક શેર કરી હતી અને તેની બહેન દ્વારા બનાવેલી કેકની તસવીર પોસ્ટ કરી હતી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઇલિયાના એક IVF હોસ્પિટલમાંથી બહાર આવતી જોવા મળી હતી, જેણે સોશિયલ મીડિયા પર ઘણી અટકળોને જન્મ આપ્યો હતો. જો કે અભિનેત્રીએ હજુ સુધી તેના ભાવિ બાળકના પિતાની ઓળખ અથવા તેની ગર્ભાવસ્થાના પ્રકારનો ખુલાસો કર્યો નથી.
ઇલિયાના તેના અંગત જીવન વિશે ખૂબ જ ખાનગી રહી છે
અગાઉ એવી અટકળો હતી કે ઇલિયાનાને કેટરિના કૈફના ભાઇ અને લંડન સ્થિત મોડલ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલના પ્રેમમાં છે. બંને નવદંપતી કેટરીના અને વિકી સાથે માલદીવમાં રજાઓ ગાળવા ગયા હતા. જો કે તેમના રોમેન્ટિક સંબંધોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.ઈલિયાના અગાઉ ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતી. તે શરૂઆતથી જ તેના અંગત જીવન વિશે ખૂબ જ ખાનગી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)