IPL Case: હૉટ એક્ટ્રે્સ તમન્ના ભાટિયા આઇપીએલ કાંડમાં ફસાઇ, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યુ સમન્સ, જાણો શું છે મામલો
મહારાષ્ટ્ર સાયબર સેલે બૉલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે સાયબર સેલે તમન્નાને મહાદેવ બેટિંગ એપની સિસ્ટર એપ ફેરપ્લેના પ્રમોશનને લઈને સમન્સ મોકલ્યું છે
Tamannaah Bhatia Gets Summons: સાઉથથી લઈને બૉલિવૂડ સુધી પોતાની એક્ટિંગ સ્કિલ બતાવનાર એક્ટ્રેસ તમન્ના ભાટિયા અત્યારે એક મોટી મુશ્કેલીમાં ફસાઇ છે. અભિનેત્રી તમન્ના ભાટિયા વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે મહારાષ્ટ્ર સાયબર સેલે તમન્ના ભાટિયાને સમન્સ મોકલ્યું છે. સંજય દત્ત બાદ હવે એક્ટ્રેસ તમન્નાનું નામ પણ ગેરકાયદે સ્ટ્રીમિંગ કેસમાં જોડાઈ ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની વાયાકૉમ 18 ને IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે આ કેસમાં તમન્ના ભાટિયાએ 29મી એપ્રિલે સાયબર બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે.
તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાયબરે મોકલ્યુ સમન્સ
મહારાષ્ટ્ર સાયબર સેલે બૉલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયાને સમન્સ પાઠવ્યું છે. તમને જણાવી દઈએ કે સાયબર સેલે તમન્નાને મહાદેવ બેટિંગ એપની સિસ્ટર એપ ફેરપ્લેના પ્રમોશનને લઈને સમન્સ મોકલ્યું છે. હવે આ કેસમાં તમન્ના ભાટિયાએ 29મી એપ્રિલે સાયબર બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે. મહારાષ્ટ્ર સાયબરે ફેરપ્લે એપ પર IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં અભિનેત્રી તમન્નાને પૂછપરછ માટે બોલાવી છે.
ગેરકાયદે સ્ટ્રીમિંગ મામલામાં ફસાઇ તમન્ના ભાટિયા
લોકોમાં IPL 2024નો જબરદસ્ત ક્રેઝ છે. દરમિયાન IPL ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગને લગતા નવા અપડેટ્સ ઘણી વેબસાઇટ્સ પર સપાટી પર આવ્યા છે. ગેરકાયદે સ્ટ્રીમિંગનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે આ સ્ટ્રીમિંગને કારણે વાયકોમને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે આ સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે દેશની બહાર હોવાથી હાજર થયો ન હતો. સંજય દત્તે સાયબર સેલ પાસે માંગણી કરી હતી કે તેનું નિવેદન નોંધવા માટે તેને આગામી તારીખ અને સમય આપવામાં આવે.
તમન્ના ભાટિયાનું વર્કફ્રન્ટ
આ દિવસોમાં તમન્ના ભાટિયા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તમન્ના ભાટિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'અરનમનાઈ 4', નિખિલ અડવાણીની 'વેદા', નીરજ પાંડેની 'ઓડેલા 2'માં જોવા મળશે.