Karan Drisha Pics: મંગેતર દ્રિષા આચાર્ય સાથે કરણ થયો સ્પોટ! સની દેઓલની ભાવિ વહુ આ અંદાજમાં મળી જોવા
Karan Deol-Drisha Acharya Photos: કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય બુધવારે મુંબઈમાં જોવા મળ્યા હતા. કપલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
Karan Deol-Drisha Acharya Photos: બોલિવૂડ એક્ટર સની દેઓલના ઘરે શહેનાઈ બહુ જલ્દી વાગવા જઈ રહી છે. થોડા સમય પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે સની દેઓલના પુત્ર કરણ દેઓલે દ્રિષા આચાર્ય સાથે સગાઈ કરી લીધી છે અને હવે આ કપલ જલ્દી જ લગ્ન કરવાના છે. જોકે, કલાકારોએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ દરમિયાન કરણ દેઓલ મુંબઈમાં દ્રિષા આચાર્ય સાથે જોવા મળ્યો હતો.
View this post on Instagram
કરણ દેઓલ મંગેતર સાથે લંચ ડેટ પર ગયો હતો
કરણ દેઓલ અને દ્રિષા આચાર્યના ફોટા સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયા છે. બંને બુધવારે લંચ ડેટ પર જોવા મળ્યા હતા. તસવીરોમાં જોઈ શકાય છે કે કપલ કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યું છે. દ્રિશા બ્લેક ટોપ સાથે બ્લુ ડેનિમમાં જોવા મળી રહી છે. કરણ દેઓલ બ્લેક ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે. બંનેના ફોટો પર ફેન્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
View this post on Instagram
દ્રિશા અને કરણ જૂનમાં લગ્ન કરશે
બોમ્બે ટાઈમ્સના અહેવાલ મુજબ સગાઈ કર્યા પછી કરણ અને દ્રિશાએ આ વર્ષે લગ્ન કરવાની યોજના બનાવી છે. કરણ અને દ્રિષાના લગ્નનું ફંક્શન 16 જૂનથી 18 જૂન સુધી મુંબઈમાં યોજાશે. આ વર્ષે દુબઈમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યા બાદ આ કપલે 18 ફેબ્રુઆરીએ સગાઈ કરી લીધી હતી. સગાઈના સમાચાર તાત્કાલિક બહાર આવ્યા ન હતા કારણ કે પરિવારે તેને ખાનગી રાખવાનું નક્કી કર્યું હતું. કપલ છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં છે.
કોણ છે દ્રિષા આચાર્ય?
દ્રિશા આચાર્યના પિતાનું નામ સુમિત આચાર્ય અને માતાનું નામ ચીમુ આચાર્ય છે. તે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બિમલ રાયની પૌત્રી છે. તેના પિતા સુમિત બીસીડી ટ્રાવેલ યુએઈના મેનેજિંગ ડિરેક્ટર છે. તેની માતા વેડિંગ પ્લાનર અને સ્ટાઈલિશ છે. કહેવાય છે કે દ્રીશા તેની માતાના કામમાં મદદ કરે છે. દ્રિશાને રોહન આચાર્ય નામનો ભાઈ છે.