શોધખોળ કરો
Advertisement
Video: કાર્તિક આર્યન કોઇ એક્ટ્રેસ નહીં પણ આ મહિલા પત્રકાર સાથે કરવા માંગતો હતો લગ્ન, બોલ્યો- માં ને મોકલીશ વાત
કાર્તિક આર્યન પોતાની યુટ્યૂબ ચેનલ પર લૉકડાઉનની વચ્ચે નવો શૉ લઇને આવ્યો છે. આ શૉનુ નામ છે કોકિ પુછેગા છે. આ શૉમાં તે કોરોના વાયરસ સામે નિપટવા માટે ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે ડૉક્ટર, પત્રકારો, પોલીસ, સફાઇ કર્મી વગેરે સાથે વાત કરે છે
નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા બે મહિનાથી કોરોના વાયરસના કારણે લૉકડાઉનમાં છે. મોટી મોટી બૉલીવુડ હસ્તીઓ સોશ્યલ મીડિયા દ્વારા જાગૃતતા ફેલાવવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે, અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યાં છે. બસ કંઇક આવુ જ એક્ટર કાર્તિક આર્યન પણ કરી રહ્યો છે.
કાર્તિક આર્યન પોતાની યુટ્યૂબ ચેનલ પર લૉકડાઉનની વચ્ચે નવો શૉ લઇને આવ્યો છે. આ શૉનુ નામ છે કોકિ પુછેગા છે. આ શૉમાં તે કોરોના વાયરસ સામે નિપટવા માટે ફ્રન્ટલાઇન વર્કર્સ એટલે ડૉક્ટર, પત્રકારો, પોલીસ, સફાઇ કર્મી વગેરે સાથે વાત કરે છે.
આ કડીમાં કાર્તિક આર્યને એક મોટી ફ્રન્ટલાઇન વર્કરનો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છે, આ ફ્રન્ટલાઇન વર્કરનુ નામ બરખા દત્ત છે. તે લૉકડાઉનના પહેલા દિવસથી જ દેશના અલગ અલગ ભાગોમાં જઇને રિપોર્ટિંગ કરી રહી છે. ઇન્ટરવ્યૂ દરમિયાન બરખા એક ફિલ્ડ એરિયામાં દેખાઇ. બરખા દત્તના અત્યાર સુધીના કામને જોઇને કાર્તિક આર્યને કહ્યું કે તે 1999 વાળી બરખા દત્ત સાથે લગ્ન કરવા માટે તૈયાર છે.
કાર્તિકે આગળ કહ્યું કે તે પોતાની માં આ માટે સંબંધની વાત લઇને મોકલશે. આ વાત સાંભળીને બરખા દત્ત હંસવા લાગી. ત્યારબાદ બરખા દત્તે કાર્તિક આર્યનને વાયદો કર્યો કે તે તેના માટે એક સારી છોકરી પસંદ કરશે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યનને છેલ્લે ઇમ્તિયાઝ અલીની લવ આજ કલમાં સારા અલી ખાનની સાથે લીડ રૉલમાં જોયા હતો. હવે તે ભૂલ ભૂલૈયા 2 અને દોસ્તાના 2માં દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion