કેએલ રાહુલે ભારતને જીત અપાવતા ખુશ થઈ પત્ની આથિયા શેટ્ટી, જુઓ પોસ્ટ શેર કરી શું લખ્યું ?
બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર ક્રિકેટર અને પતિ કેએલ રાહુલ વિશે કેટલીક પોસ્ટ શેર કરતી રહે છે.
KL Rahul On KL Rahul: બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સોશિયલ મીડિયા પર ક્રિકેટર અને પતિ કેએલ રાહુલ વિશે કેટલીક પોસ્ટ શેર કરતી રહે છે. હવે તેણે એવી પોસ્ટ કરી છે, જે ખરેખર હૃદય સ્પર્શી છે. હકીકતમાં, કેએલ રાહુલે પ્રથમ વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું અને અણનમ 75 રન બનાવી ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ જીત પર આથિયાએ કેએલ રાહુલ માટે એક પોસ્ટ શેર કરી છે.
View this post on Instagram
આથિયાએ પતિ કેએલ રાહુલ માટે આ લખ્યું છે
આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પતિ કેએલ રાહુલનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ક્રિકેટના મેદાનમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, 'એ વ્યક્તિ જેણે શાનદાર રીતે વાપસી કરી, જેને હું ઓળખું છું'. અથિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
કેએલ રાહુલની શાનદાર ઈનિંગથી ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 5 વિકેટથી વિજય, જાડેજાએ પણ કર્યો કમાલ
ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સીરીઝની પ્રથમ મેચમાં 5 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે એક તબક્કે 16ના સ્કોર પર 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલે એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને તેને લક્ષ્ય તરફ લઈ ગયો, જેમાં તેને રવિન્દ્ર જાડેજાનો સારો સાથ મળ્યો. કેએલ રાહુલે 75 રનની અણનમ ઇનિંગ રમી હતી, જાડેજાએ પણ અણનમ 45 રન બનાવ્યા હતા.
આ પ્રથમ ODI મેચ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 5ના સ્કોર પર ઈશાન કિશનના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે 16 રનના સ્કોર પર ટીમને વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના રૂપમાં 2 મોટા ઝટકા લાગ્યા હતા. તેને મિચેલ સ્ટાર્ક દ્વારા સતત 2 બોલમાં પેવેલિયન મોકલવામાં આવ્યા હતા.
આ પછી બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે શુભમન ગિલ સાથે મળીને પ્રથમ 10 ઓવરમાં સ્કોર 39 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ગિલ 20 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી કેએલ રાહુલને હાર્દિક પંડ્યાનો સાથ મળ્યો અને બંનેએ સાથે મળીને માત્ર 55 બોલમાં 5મી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં પરત લાવ્યું હતું. રાહુલે એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને તેને લક્ષ્ય તરફ લઈ ગયો, જેમાં તેને રવિન્દ્ર જાડેજાનો સારો સાથ મળ્યો.