Lata Mangeshkar Death: આ મુસ્લિમ સુપરસ્ટારે હિંદુઓની જેમ બે હાથ જોડીને પગે નમન કરીને લતાજીને આપી શ્રદ્ધાંજલિ, શાહરૂખે હાથ ફેલાવી દુઆ માંગી
Lata Mangeshkar Funeral: રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
Lata Mangeshkar Death: સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના અવસાનને લઈ દેશભરમાં શોકનો માહોલ છે. રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન પોતાની મેનેજર પૂજા દદલાની સાથે પહોંચ્યા હતા. શાહરૂખ અને પૂજાએ એક સાથે પરંતુ બે રીતે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી તેની એક સુંદર તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં શાહરૂખ ખાન બંને હાથ ફેલાવીને ઈસ્લામિક રીત-રિવાજ પ્રમાણે લતા મંગેશકર માટે દુઆ પઢતા જોવા મળે છે જ્યારે પૂજા દદલાની હાથ જોડીને નમન કરતી દેખાય છે.
લતા મંગેશકર માટે દુઆ પઢતા શાહરૂખ ખાનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શાહરૂખ ખાનના હાથમાં ફૂલનો હાર છે. તે પહેલા લતા મંગેશકરના પાર્થિવ શરીર પર ફૂલોનો હાર ચઢાવે છે અને પછી લતા દીદીના આત્માની શાંતિ માટે દુઆ પઢે છે અને તેમના પર ફૂંક મારતા પણ જોવા મળે છે.
શાહરૂખ ખાન લતાજી માટે દુઆ પઢ્યા બાદ તેમના પગે લાગીને આશીર્વાદ લેતા પણ જોવા મળે છે. જ્યારે શાહરૂખની મેનેજર પૂજા દદલાની બંને હાથ જોડીને સ્વર કોકિલાને નમન કરતી જોવા મળી હતી. બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ નિસ્ટ આમિર ખાને પણ હાથ જોડીને ભીની આંખો સાથે લતા મંગેશકરને વિદાય આપી.
આ પણ વાંચોઃ Lata Mangeshkar Passes Away: લતા મંગેશકરની અજાણી વાતો, કાગળ પર સૌથી પહેલા લખતા આ નામ
'અય મેરે વતન કે લોગોં સાંભળીને મોદી પણ થઈ ગયા હતા ભાવુક, લતાજીએ મોદીને લઈ કહી હતી આ વાત
હિંદી ફિલ્મોના આ સૌથી સફળ સંગીતકારે લતાજી પાસે કદી કોઈ ગીત ગવડાવ્યું નહોતું, જાણો શું હતું કારણ ?