Liger Trailer: Vijay Deverakondaની બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી, ટ્રેલરમાં જોવા મળ્યો એક્શન અવતાર
સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ લાઇગરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે
Vijay Deverakonda Liger Trailer: સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડા બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તેની બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ લાઇગરનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિજય સાથે અનન્યા પાંડે લીડ રોલમાં જોવા મળશે. કરણ જોહરે ફિલ્મના નવા પોસ્ટરની સાથે ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. લાઇગરનું નિર્દેશન પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં વિજય બોક્સરની ભૂમિકામાં જોવા મળશે. લાઇગરના ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ચાહકોની આતુરતાનો આજે અંત આવ્યો હતો અને આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરી દેવામાં આવ્યું છે.
ટ્રેલરની વાત કરીએ તો આમાં વિજય જબરદસ્ત એક્શન કરતો જોવા મળે છે. તેણે પોતાની કિકબોક્સિંગથી બધાને દિવાના બનાવી દીધા છે. રામ્યા ક્રિષ્નન ફિલ્મમાં વિજયની માતાની ભૂમિકામાં છે. ટ્રેલરમાં અનન્યા અને વિજયનો રોમાંસ પણ બતાવવામાં આવ્યો છે.
વિજયનું બોલિવૂડ ડેબ્યુ
વિજય દેવરાકોંડા લાઇગરથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. અનન્યા પાંડેનું આ સાઉથ ડેબ્યુ થવા જઈ રહ્યું છે. લાઇગર એ એક પાન ઈન્ડિયા મૂવી છે જેની જાહેરાત વર્ષ 2019 માં કરવામાં આવી હતી. આ ફિલ્મમાં અમેરિકન બોક્સર માઈક ટાયસન પણ જોવા મળશે. લાઇગરનું નિર્દેશન દક્ષિણના જાણીતા નિર્દેશક પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું છે.
વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડેની ફિલ્મ લાઇગરનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. વિજયનો આ એક્શન અવતાર બધાને દિવાના બનાવી રહ્યો છે.લાઇગરની વાત કરીએ તો ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરી 2021માં શરૂ થયું હતું. આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા હેઠળ બની છે.