શોધખોળ કરો
Advertisement
ટ્વિટર પર શરુ થયું ‘Mirzapur 2’નો બાયકૉટ, જાણો કેમ થઈ રહ્યો છે વિરોધ
વેબ સીરીઝ ‘મિર્ઝાપુર-2’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલરને જોઈને ઘણા લોકો પ્રશંસા કરી રહ્યાં છે, ત્યારે કેટલાક તેનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યાં છે.
મુંબઈ: વેબ સીરીઝ ‘મિર્ઝાપુર-2’નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલરમાં અલી ફઝલ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. સીઝન2માં અલી ફઝલની શાનદાર કમબેક અને બદલાની સ્ટોરી જોવા મળશે. આ સીઝનમાં વિજય વર્મા સહિત ઘણા નવા ચહેરાઓ જોવા મળશે. ટ્રેલરને જોઈને ઘણા લોકો પ્રશંસા કરી રહ્યાં છે, ત્યારે કેટલાક તેનો બહિષ્કાર કરવાની માંગ કરી રહ્યાં છે. બાયકૉટ કરવા પાછળનું કારણ લીડ એક્ટર અલી ફઝલ અને કો પ્રોડ્યૂસર ફરહાન એખ્તર છે.
વાસ્તવમાં ટ્ટિટર પર લોકો અલી ફઝલની એક પોસ્ટને લઈને નારાજ છે. તેણે ડિસેમ્બર 2019માં સીએએ અને એનઆરસીના વિરોધમાં ટ્ટિટ કર્યું હતું.
યૂઝર્સે ટ્વિટર પર અલી ફઝલના પાત્ર ગુડ્ડનના ડાયલોગનો સહારો લીધો છે. અનેક યૂઝર્સે લખ્યું કે, “શુરુ મજબૂરી મે કિયે થે, અબ મઝા આ રહા હૈ.”જ્યારે ફરહાન અખ્તરનો વિરોધ સીએએ વિરોધી પ્રદર્શનોમાં સામેલ થવા પર કરવામાં આવી રહ્યો છે.
એક યૂઝર્સે મિર્ઝાપુરનું એક પોસ્ટર શેર કરીને લખ્યું કે, દેશ પ્રતિ વફાદાર લોકોની વેબ સીરીઝ અથવા ફિલ્મોને હવે જોવી જોઈએ નહીં. તેના બાદ બાયકૉટ મિર્ઝાપુર 2 હેશટેગ લખ્યું છે. અન્ય યૂઝરે લખ્યું કે, હું મિર્ઝાપુરને ફ્રીમાં પણ નહીં જોઉં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
અમદાવાદ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion