Govinda Case: ગોવિંદાની આ ભૂલના કારણે વાગી ગોળી, રિવૉલ્વર લૉડેડ હતી ને.... - પોલીસે બતાવ્યું સત્ય
Govinda Missfire Case: બૉલિવૂડ એક્ટર ગોવિંદાએ આજે અકસ્માતે પોતાના હાથથી જ પોતાના પગમાં ગોળી મારી દીધી હતી
Govinda Missfire Case: બૉલિવૂડ એક્ટર ગોવિંદાએ આજે અકસ્માતે પોતાના હાથથી જ પોતાના પગમાં ગોળી મારી દીધી હતી. પિસ્તોલ સાફ કરતી વખતે તેના હાથે ફાયરિંગ થયું અને તેને ગોળી વાગી, ત્યારબાદ તેને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના પગમાં 8-10 ટાંકા આવ્યા હતા. હવે મુંબઈ પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કહ્યું છે કે જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગોવિંદાને ક્લીનચીટ આપવામાં આવશે નહીં.
મુંબઈ પોલીસે તેની અત્યાર સુધીની તપાસમાં ઘણા ખુલાસા કર્યા છે. પોલીસ તપાસ અનુસાર, ગોવિંદાએ જે રિવૉલ્વરમાંથી ગોળી ચલાવી હતી તેમાં 6 ગોળીઓ ભરેલી હતી, જેમાંથી એક ગોળી મિસફાયર થઈને અભિનેતાના પગમાં વાગી હતી. પોલીસે રિવૉલ્વર અને લાયસન્સ નંબર પણ મેચ કર્યો હતો અને લાઇસન્સ પણ માન્ય છે.
તૂટેલું હતુ રિવૉલ્વરનું લૉક
ગોવિંદાની રિવૉલ્વર 0.32 બોરની હતી પણ ઘણી જૂની હતી. સૂત્રોએ જણાવ્યું કે ગોવિંદા નવી રિવૉલ્વર ખરીદવા માંગતો હતો પરંતુ તે પહેલા જ અકસ્માત નડ્યો. રિવૉલ્વરના લૉકનો નાનો ભાગ પણ તૂટેલો હતો. ગોવિંદા આજે સવારે 5.45ની ફ્લાઈટથી કોલકાતા જવાના હતા. જેના માટે તે તૈયાર થઈને 4:30 વાગ્યે ઘરેથી નીકળવા જતો હતો. ગોવિંદાએ જણાવ્યું કે ઘટના સમયે મુંબઈ પોલીસની પ્રૉટેક્શન બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલા બોડી ગાર્ડ ગોવિંદા સાથે ઘરે હાજર હતો.
કઇ રીતે થઇ દૂર્ઘટના ?
સવારે 4.30 વાગે ઘરની બહાર નીકળતા પહેલા ગોવિંદા પોતાની રિવૉલ્વર અલમારીમાં સુટકેસમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે રિવૉલ્વર નીચે પડી અને મિસફાયર થઈ ગયો. પોલીસના અંગરક્ષક ગોવિંદાને ઈજાગ્રસ્ત હાલતમાં હૉસ્પિટલ લઈ ગયા અને પોલીસ કંટ્રોલને ઘટનાની જાણ કરી.
આ પણ વાંચો
Govinda Net Worth: ફિલ્મોમાં કામ કર્યા વિના આ રીતે કમાય છે ગોવિંદા, જાણો તેની નેટવર્થ?