નોરા ફતેહીએ જીત્યા બધાના દિલ: ફિફા વર્લ્ડ કપ ઈવેન્ટમાં લહેરાવ્યો તિરંગો, જુઓ વીડિયો
Nora Fatehi: નોરા ફતેહીએ તાજેતરમાં FIFA વર્લ્ડ કપ 2022 ફેનફેસ્ટમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. આ દરમિયાન નૃત્ય દિવાએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવીને સૌના દિલ જીતી લીધા હતા.
Nora Fatehi Wave Indian Flag At FIFA FanFest: નોરા ફતેહીએ તાજેતરમાં કતારમાં ફિફા વર્લ્ડ કપ 2022 ફેનફેસ્ટમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. બોલિવૂડની ડાન્સિંગ દિવાએ 'ઓ સાકી સાકી' અને 'નાચ મેરી રાની' સહિતના બ્લોકબસ્ટર ગીતો પર તેના પર્ફોર્મન્સથી સ્ટેજને આગ લગાવી દીધી હતી. જો કે તેના પર્ફોમન્સનું મુખ્ય આકર્ષણ ત્યારે થયું હતું જ્યારે નોરા ફતેહીએ આંતરરાષ્ટ્રીય મંચ પર ગર્વથી ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને 'જય હિંદ' ના નારા લગાવ્યા હતા. અને ઓડિયન્સ પાસેથી પણ જય હિંદના નારા લગાવડાવ્યા હતા.
View this post on Instagram
નોરા ફતેહીએ સૌ કોઈનું જીતી લીધું દિલ
તમને જણાવી દઈએ કે 29 નવેમ્બર મંગળવારના રોજ ફિફા વર્લ્ડ કપ 2022 ફેનફેસ્ટમાં તેના પ્રદર્શન દરમિયાન નોરાએ ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો અને ગર્વથી તેને જીવંત દર્શકોની સામે પ્રદર્શિત કર્યો હતો. તેણે ઉપસ્થિત તમામ લોકોને 'જય હિંદ'ના નારા લગાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કેનેડાની રહેવાસી નોરાએ કહ્યું કે ભારત ફિફા વર્લ્ડકપનો ભાગ નથી. તો પણ અમે જોશમાં છીએ. અમારા મ્યુઝિક દ્વારા. અમારા ડાન્સ દ્વારા. આ દરમિયાન નોરાનો ભારતીય તિરંગો લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને તેના હાવભાવની ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો નોરા ફતેહીના વખાણ કરતાં થાકી રહ્યા નથી. સૌ કોઈ વીડિયો પર લાઇક અને કોમેન્ટનો મારો ચલાવી રહ્યા છે.
નોરાએ પોસ્ટ કરીને ખુશી વ્યક્ત કરી
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં નોરાએ ફીફા વર્લ્ડ કપ 2022માં પ્રદર્શન કરવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું, " એ પલ જ્યારે તમે વિશ્વ કપ સ્ટેડિયમમાં પોતાનો અવાજ સાંભળો છો, તે ખરેખર અદભૂત હતું. આના જેવા માઈલસ્ટોન્સ જ તમારી જર્નીને સાર્થક બનાવે છે."
નોરાના ઇન્સ્ટાગ્રામ પર 43 મિલિયન ફોલોઅર્સ છે
વર્ષોથી નોરાએ પોતાના માટે વૈશ્વિક ફેન ફોલોઇંગ બનાવ્યું છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 43 મિલિયન ફોલોઅર્સ છે. તેના યુટ્યુબ વીડિયો અત્યાર સુધીમાં 7 બિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા છે. દિલબર ગીત સાથે એક જ YouTube યુનિટ પર 1 બિલિયન વ્યૂઝ સુધી પહોંચનાર તે પ્રથમ આરબ આફ્રિકન મહિલા કલાકાર છે