Adipurush: આદિપુરુષના ચાલુ શૂટિંગ વચ્ચે પ્રભાસ ફરી ગયો, પોતાની ફીમાં આટલા કરોડનો વધારો કર્યો
બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ (Prabhas)ની આવનારી ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) રીલીઝ પહેલાં જ હેડલાઈનમાં રહી છે.
Prabhas Hike Fee For Adipurush: બાહુબલી ફેમ એક્ટર પ્રભાસ (Prabhas)ની આવનારી ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) રીલીઝ પહેલાં જ હેડલાઈનમાં રહી છે. બિગ બજેટની આ ફિલ્મને પૈન-ઈન્ડિયા રીલીઝ કરવા માટે મેકર્સ યોજના બનાવી રહ્યા છે. પ્રભાસના ફેન્સ આ ફિલ્મની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે. નિર્દેશક ઓમ રાઉત આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. આ પહેલાં ઓમ રાઉત સુપરહિટ ફિલ્મ તાન્હાજી ડાયરેક્ટ કરી ચુક્યા છે. આદિપુરુષનું બજેટ લગભગ 400 કરોડ રુપિયા હોવાના મીડિયા અહેવાલ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, પ્રભાસે આ ફિલ્મ માટે પોતાની ફિલ્મમાં કરોડો રુપિયાનો વધારો કર્યો છે.
'આદિપુરુષ' માટે પ્રભાસે ફી વધારીઃ
મળતા અહેવાલો મુજબ, આદિપુરુષ માટે પહેલાં પ્રભાસ પોતાની ફી પેટે 90 થી 100 કરોડ રુપિયા લેવાનો હતો. પરંતુ હવે અચાનક પ્રભાસે મેકર્સ સામે પોતાની ફીમાં વધારો કરવાની માંગી કરી છે. પ્રભાસ હવે આ ફિલ્મ માટે 120 કરોડ રુપિયાની ડિમાન્ડ કરી રહ્યો છે. ફિલ્મની શૂટિંગ વચ્ચે પ્રભાસની આ મોટી માંગ સ્વાભાવિક રીતે ફિલ્મના મેકર્સને પરેશાન કરશે. પ્રભાસની માંગને પુરી કરવા માટે ફિલ્મના બજેટમાં 25 ટકાનો વધારે થાય છે. મહત્વનું છે કે, હજી આદિપુરુષ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બાકી છે.
પ્રભાસે અચાનક પોતાની ફી વધારવાની માંગ મુકતાં સેટ ઉપર થોડો તણાવનો માહોલ ઉભો થઈ ગયો હશે. હમણાં જ આવેલી પ્રભાસની ફિલ્મ રાધે શ્યામ ફ્લોપ થઈ હતી એવામાં ફીસમાં વધારો કરવો કોઈ પણ વ્યક્તિને આશ્ચર્યમાં મુકનાર નિર્ણય છે.
ઘણા લાંબા સમયથી આદિપુરુષ ફિલ્મ વિશે કોઈ અપડેટ નથી આવી રહ્યું. ફક્ત એટલી જ માહિતી મળી છે કે, પ્રભાસની સાથે કૃતિ સેનન અને સૈફ અલી ખાન આદિપુરુષમાં જોવા મળશે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં હશે જ્યારે કૃતિ સેનન સીતાની ભૂમિકામાં હશે.