(Source: ECI/ABP News/ABP Majha)
Adipurush Box Office: પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’એ વર્લ્ડવાઈડ કરી બમ્પર કમાણી, જાણો 10 દિવસનું કલેક્શન
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'ને શરૂઆતમાં દર્શકો તરફથી ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
Adipurush Worldwide Collection: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'ને શરૂઆતમાં દર્શકો તરફથી ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફિલ્મની કમાણીનો આંકડો ઝડપથી ઘટવા લાગ્યો હતો. આ સ્થિતિમાં મેકર્સે લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને ફિલ્મમાં ઘણા ફેરફાર કર્યા છે.
હવે આ ફિલ્મ થિયેટરોમાં બદલાયેલા સંવાદો સાથે બતાવવામાં આવી રહી છે. જેના કારણે તેને ઘણો ફાયદો થયો છે. ફિલ્મને રિલીઝ થયાને 11 દિવસ થઈ ગયા છે અને ગયા રવિવારનો પહેલો દિવસ હતો જ્યારે ફિલ્મની કમાણીમાં ઘટાડો થયો ન હતો પરંતુ વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે અત્યાર સુધી 10 દિવસમાં વર્લ્ડવાઈડ 450 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.
વીકેન્ડ પર ફિલ્મની કમાણી વધી
વેબસાઈટ Sacnilk અનુસાર, શનિવાર સુધી 'આદિપુરુષ'એ ભારતમાં લગભગ 275 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિર્માતાઓએ હવે ટિકિટના ભાવમાં વધુ ઘટાડો કર્યો છે. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે 'આદિપુરુષ'ને 112 રુપિયા પ્લસ 3ડી ટિકિટ પર બતાવવામાં આવશે.
મેકર્સનું માનવું છે કે આ ફિલ્મ દરેક ઘર અને દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં કરવામાં આવેલા બદલાવ બાદ 'આદિપુરુષ'એ ઘણા લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. તે સાચા અર્થમાં યુવા પેઢી સુધી પહોંચી છે અને ભવિષ્યમાં નવી સિદ્ધિઓ હાંસલ કરી રહી છે.
મેકર્સે ફિલ્મના ડાયલોગ બદલ્યા
જ્યારથી આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ છે, ત્યારથી તે વિવાદોમાં ફસાઈ ગઈ છે. દેશના અડધાથી વધુ લોકોએ ફિલ્મની સ્ટોરી અને તેમાં દર્શાવવામાં આવેલા વિઝ્યુઅલ્સ અને ડાયલોગ્સ સામે વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે લોકોએ ફિલ્મના લેખક મનોજ મુન્તશીરને પણ તેમના લખેલા સંવાદો માટે સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કર્યા હતા. ફિલ્મને લઈને વધી રહેલા હોબાળાને જોઈને મેકર્સે તેમાં ફેરફારની જાહેરાત કરી અને ફિલ્મના તમામ વિવાદાસ્પદ સંવાદો બદલી નાખ્યા. હવે લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે.
જંગી બજેટમાં બની છે 'આદિપુરુષ' -
'આદિપુરુષ' 600 કરોડના જંગી બજેટમાં બની છે. ફિલ્મમાં પ્રભાસ, કૃતિ સેનન સની સિંહ છે અને સૈફ અલી ખાને લંકેશનો રૉલ કર્યો છે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે અને તેના ડાયલોગ્સ મનોજ મુન્તશીરે લખ્યા છે, જેના પર ખુબ વિવાદ થયો હતો.