Bollywood: મોટા ફિલ્મ મેકરે ખોલી બૉલીવુડની પૉલ, પ્રિયંકાના સમર્થનમાં કહી દીધી આવી વાત....
ખાસ વાત છે કે, આ અગાઉ પણ પ્રિયંકા ચોપરા ભૂતકાળમાં અનેક ખુલાસો કરી ચૂકી છે. તેને જણાવ્યુ હતુ કે, તે શા માટે હૉલીવુડમાં કામ શોધવાનું શરૂ કર્યું હતું.
Apurva Asrani On Nepotism In Bollywood: ગ્લૉબલ સ્ટાર બની ચૂકેલી એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ બૉલિવૂડમાં નેપોટિઝમ પર કેટલાય ખુલાસાઓ કર્યા છે, હવે આ મામલે તેના સપોર્ટમાં બૉલીવુડના મોટા સ્ટાર ફિલ્મ મેકર આવી ગયા છે, ફિલ્મ મેકર અપૂર્વ અસરાનીએ પ્રિયંકાના સપૉર્ટમાં બૉલીવુડની મોટી પોલી ખોલી દીધી છે. અપૂર્વ અસરાનીએ ખુલાસો કર્યો છે કે કેવી રીતે બૉલિવૂડમાં એક ગેન્ગ - કેમ્પ આખી ઈન્ડસ્ટ્રીને કન્ટ્રૉલ કરી રહી છે. આ કેમ્પને કોઈની પણ કારકિર્દી બરબાદ કરવાની તાકાત છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પ્રિયંકા ચોપડાએ જણાવ્યું હતુ કે, કેવી રીતે તેને એક કેમ્પ દ્વારા સાઇડ પર રાખવામાં આવી હતી. તેમની સામે રાજકારણ ચાલતું હતું. લોકો ગેમ રમી રહ્યા હતા, જેના કારણે પ્રિયંકા હૉલીવુડ તરફ વળી. જોકે, આ મામલે એક્ટ્રેસ કંગના રનૌતથી લઈને શેખર સુમન સુધીના કેટલાય કલાકારોએ પ્રિયંકાને સપોર્ટ કર્યો હતો.
ખાસ વાત છે કે, આ અગાઉ પણ પ્રિયંકા ચોપરા ભૂતકાળમાં અનેક ખુલાસો કરી ચૂકી છે. તેને જણાવ્યુ હતુ કે, તે શા માટે હૉલીવુડમાં કામ શોધવાનું શરૂ કર્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં થતી રાજનીતિથી નારાજ હતી કારણ કે તે આ પ્રકારની રમતો રમી શકતી ન હતી. એટલા માટે તેને ઈન્ડસ્ટ્રીમાં સાઇડ કોર્નર કરી દેવામાં આવી હતી અને લોકો તેને કાસ્ટ કરતા ન હતા. ફિલ્મ નિર્માતા અસરાનીએ જણાવ્યું કે કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં નેપૉટીઝમ ચરમસીમા પર છે. અસરાનીએ કહ્યું- તે સાચું છે કે લોકોને પોતાની ફેવરટ સાથે કામ કરવાનો તેને પૂરો અધિકાર છે પણ જ્યારે તેઓ કોઈની સામે ગેંગ બનાવે છે ત્યારે સમસ્યા થાય છે. કોઈ એક્ટર કે ટેકનિશિયનની એટલા સામે થઈ જાય તે આ આખી ઈકો સિસ્ટમમાં કામ ન કરી શકે.
અસરાનીએ આગળ કહ્યું હતું કે, 'જો તે અભિનેતા સારું કામ કરવા લાગે તો પણ તેને ખરાબ રિવ્યુ આપવામાં આવે અથવા તેની સમીક્ષા કરવામાં આવતી નથી. પ્રોજેક્ટ સફળ થાય તો પણ એ સફળતાના સમાચાર બનતા નથી. એક સારા અભિનેતાની આ જ છબી તેની કારકિર્દી બગાડવા માટે પૂરતી છે. ખાસ કરીને એ લોકો માટે જેઓના આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નથી.
અપૂર્વ અસરાનીએ સુશાંત સિંહ રાજપૂતનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 'નિર્દેશક અભિષેક કપૂરે સુશાંતની સ્થિતિને ખૂબ જ યોગ્ય રીતે વ્યક્ત કરી હતી. એક નાજુક મનનું વ્યવસ્થિત વિસર્જન. આ એક અભિનેતાની કારકિર્દી સાથે રમવાની શરૂઆત હોય. આખી સિસ્ટમે તેને કોર્નર કરી દીધો હતો, સુશાંત એવોર્ડથી અલગ કરવામાં આવ્યો હતો, તેની છેલ્લી ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો પણ તેને ફ્લોપ જાહેર કરવામાં આવી હતી.