શોધખોળ કરો
Advertisement
હૉલીવુડના આ ટોચના નિર્માતાએ કર્યો આપઘાત. જાણો કઈ હૉટ એક્ટ્રેસ સાથે હતા રીલેશન?
સ્ટીવના વર્થની વાત કરીએ તો તે એક સમૃદ્ધ પરિવારમાંથી આવતો હતો. તેને વારસામાં લગભગ 600 મિલિયન ડૉલરનો બિઝનેસ મળ્યો હતો
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂતે થોડાક દિવસો અગાઉ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી લીધી હતી, હવે આવો જ એક બીજો કિસ્સો હૉલીવુડમાંથી સામે આવ્યો છે હૉલીવુડના જાણીતા નિર્માતા સ્ટીવ બિંગે આત્મહત્યા કરી લીધી છે. તેને 27માં માળેથી પડતુ મુક્યુ છે. સ્ટીવના આ પગલાને ઇન્ડસ્ટ્રીને શોકમાં ગરકાવ કરી દીધુ છે. કહેવાઇ રહ્યું છે કે સ્ટીવ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો. માહિતી પ્રમાણે છેલ્લા થોડાક સમયથી તે કોરોના વાયરસના કારણે સેલ્ફ આઇસૉલેશનમાં હતો.
સ્ટીવ હૉલીવુડ પણ એક મોટુ નામ હતુ, અને તેની ઉંમર 55 વર્ષની હતી. હવે તેને આ રીતે આત્મહત્યા કરી લેવાથી તેનો પરિવાર અને ઇન્ડસ્ટ્રી શોકમાં છે. સ્ટીવ લૉસ એન્જેલિસમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેને આના ઉપરથી કુદીને જીવ ગુમાવ્યો છે. સ્ટીવે ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખાણ ઉભી કરી હતી, અને તેને ગેટ કાર્ટર, એવરી બ્રેથ જેવી કેટલીય પૉપ્યુલર ફિલ્મોનુ નિર્માણ કર્યુ હતુ.
સ્ટીવના વર્થની વાત કરીએ તો તે એક સમૃદ્ધ પરિવારમાંથી આવતો હતો. તેને વારસામાં લગભગ 600 મિલિયન ડૉલરનો બિઝનેસ મળ્યો હતો.
સ્ટીવના બે બાળકો હતો, અને તે એક્ટ્રેસ એલિઝાબેથ હર્લેની સાથે રિલેશનમાં રહ્યો હતો. આ બન્નેના અફેરે ખુબ ચર્ચા જગાવી હતી. જોકે બન્નેના સંબંધો બહુ લાંબા ના ચાલી શક્યા. એલિઝાબેથને તેનાથી એક દીકરો પણ છે. સ્વીટના મોત બાદ તેને યાદ કરીને એલિઝાબેથે ટ્વીટ કર્યું. આ ટ્વીટમાં તેને બતાવ્યુ કે તે આ સમાચાર સાંભળીને કેટલી દુઃખી થઇ છે.
તેને લખ્યું- હું ખુબ દુઃખી છું અને માની નથી શકતી કે હવે સ્ટીવ અમારી વચ્ચે નથી રહ્યાં. અમે સાથે જ સમય વિતાવ્યો તે બહુજ સારો પણ હતો અને ખરાબ પણ. તેની યાદો સુંદર છે. તે એક સારો માણસ હતો. અમે ગયા વર્ષે ફરીથી એકબીજાની નજીક આવી ગયા હતા. તેને દીકરાના 18માં જન્મદિવસ પર તેની સાથે વાત પણ કરી હતી. આ એકદમ દુઃખદ સમાચાર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement