શર્લિન ચોપડાનો શિલ્પા શેટ્ટી પર કટાક્ષ, વીડિયો પોસ્ટ કરીને કહ્યું- રીલ લાઈફમાંથી બહાર આવીને રિયલ દુનિયામાં જઈ પીડિત મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવો
બોલિવૂડની હોટ એક્ટ્રેસ શર્લિન ચોપડાએ એક વીડિયો પોસ્ટ કરીને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો છે.
મુંબઈઃ પોર્નોગ્રાફિ કેસમાં બોલિવૂડ એકટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા થોડા દિવસ પહેલા જ જામીન પર બહાર આવ્યો છે. આ દરમિયાન બોલિવૂડની હોટ એક્ટ્રેસ શર્લિન ચોપડાએ એક વીડિયો પોસ્ટ કરીને શિલ્પા શેટ્ટી પર કટાક્ષ કર્યો છે.
શર્લિન ચોપડાએ શું કહ્યું
શર્લિને એક ઈન્ટરવ્યુની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી છે અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, તમે ટીવી પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો છો. જે કલાકારોની કલાથી તમે પ્રભાવિત થાવ છો. કૃપા કરીને રીલ લાઈફમાંથી બહાર આવીને રિયલ દુનિયામાં જઈ પીડિત મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવો. વિશ્વાસ રાખો આખી દુનિયા તમને સાષ્ટાંગ દંડવત કરશે. ઈન્ટરવ્યુમાં તેને એવું પણ કહ્યું કે, મંચ પર બેસીને રાણી લક્ષ્મીબાઈ અંગે વાત કરવી સરળ છે. પોતાના આલિશાન પેલેસમાંથી બહાર નીકળો, પોર્નની દુનિયામાંથી બહાર નીકળો. આ સાથે તેણે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને પણ ટેગ કર્યા છે.
आप टीवी पर साष्टांग दंडवत प्रणाम करतीं हैं उन कलाकारों को जिनकी कला से आप प्रभावित होती हैं
— Sherlyn Chopra 🇮🇳 (@SherlynChopra) September 24, 2021
कृपया,रील लाइफ से बाहर निकलकर,रियल दुनिया में जाकर,पीड़ित महिलाओं को थोड़ी बहुत सहानुभूति दिखाएं
यकीन मानिए,सारी दुनिया आप को साष्टांग दंडवत प्रणाम करेगी!@TheShilpaShetty @TheRajKundra pic.twitter.com/iQztSvYY72
રાજ કુંદ્રાના લેપટોપ-મોબાઈલમાંથી કેટલા વીડિયો મળ્યા
મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચના જણાવ્યા મુજબ, પોર્નોગ્રાફિ કેસમાં ઈન્વેસ્ટીગેશન દરમિયાન પોલીસને રાજ કુંદ્રાના મોબાઈલ, લેપટોપ અને હાર્ડ ડિસ્કમાંથી 119 પોર્ન વીડિયો મળ્યા હતા. તે આ વીડિયોને 9 કરોડમાં વેચવાનું પ્લાનિંગ કરતો હતો.
પોર્નોગ્રાફિ કેસમાં કોની સામે જાહેર થઈ લુક આઉટ નોટિસ
પોર્નોગ્રાફિ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે થોડા દિવસ પહેલા ચાર્જથીટ દાખલ કરી હતી. જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે, યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષીના નામ સામેલ છે. રેયાન થોરપે, વિયાન એન્ટરપ્રાઇઝનો આઈટી હેડ છે. યશ ઉર્ફે અરવિંદ વોન્ટેડ છે અને હાલ સિંગાપોરમાં છુપાયો હોવાની શક્યતા છે. જ્યારે પ્રદીપ બક્ષી લંડનમાં હોવાનું કહેવાય છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી કેસમાં સહ આરોપી યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ તથા પ્રદીપ બક્ષી સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.