(Source: ECI/ABP News/ABP Majha)
પોર્ન ફિલ્મ રેકેટમાં રાજ કુંદ્રાની મુશ્કેલી વધી, 27 જૂલાઇ સુધી રહેશે પોલીસ કસ્ટડીમાં
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવાના આરોપમાં 19 જૂલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઇલ એપ્સ પર સ્ટ્રીમ કરવાના આરોપમાં 19 જૂલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને 19 જૂલાઇના રોજ તેમની પૂછપરછ બાદ ધરપકડ કરાઇ હતી.
બાદમાં તેમને 23 જૂલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો હતો. આજે રાજ કુંદ્રાને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે કુંદ્રાને 27 જૂલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ કરાયો હતો. મુંબઇ પોલીસે રાજ કુંદ્રાને વધુ સાત દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી. પોલીસે કહ્યું કે, આ મામલામાં હજુ સુધી તપાસ કરવાની જરૂર છે અને પુરાવા એકઠા કરવા જરૂરી છે જેના માટે તેઓને સમય જોઇએ છે. પોલીસનું કહેવું હતું કે રાજ કુંદ્રાએ ઓનલાઇન સટ્ટેબાજી પણ કરી છે જેમાં તેણે યસ બેન્કના એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. જેની તપાસ કરવાની હજુ બાકી છે. પોલીસે કહ્યું કે કુંદ્રાએ ધરપકડ થયા બાદ 21 જૂલાઇના રોજ કેટલાક જરૂરી ડેટા ડિલીટ કર્યો છે. આ ડેટાને રિકવર કરવામાં આવશે. તે સિવાય જ્યારે કુંદ્રાને નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે તેણે ગૂગલ અને એપલ સ્ટોરમાંથી હોટસ્ટાર જેવી એપ્સ હટાવી દીધી હતી. બાદમાં કુંદ્રાએ પોલીફિલ્મ્સની શરૂઆત કરી હતીજે તેનો પ્લાન બી હતો. જેના પર એડલ્ટ કંન્ટેન્ટ સ્ટ્રીમ કરવામાં આવતું હતું.
કુંદ્રાનું કહેવું હતું કે તેણે આ કંપની છોડી દીધી છે. જોકે, તેણે આ કંપનીના તમામ ખર્ચની જાણકારી મળતી હતી, જે લગભગ 4000થી 10000 ડોલર હતી. નોંધનીય છે કે એક્ટ્રેસ પૂનમ પાંડેએ પણ રાજ પર ધમકી આપવાનો અને તેનો નંબર લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. પોર્ન મામલામાં રાજને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગણાવ્યો હતો.
રાજ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ પહેલી વખત મૌન તોડ્યું છે અને આ મામલે રિએકશન આપ્યું છે. આ માટે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયો સહારો લીધો છે. સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનાર શિલ્પાએ પતિની ધરપકડ બાદ તેનાથી અંતર બનાવી લીધું હતું. જો કે પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ પહેલી વખત તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે.