Ram Charanની પત્નીએ લગ્નના 10 વર્ષ બાદ કેમ લીધો મા બનવાનો નિર્ણય? ઉપાસનાએ જણાવ્યું કારણ..
Upasana On Becoming Mother: ઉપાસનાએ ખુલાસો કર્યો કે માતા-પિતા બનવાનો નિર્ણય તેણીનો અને પતિ રામ ચરણનો હતો. સમાજનું દંપતી પર કોઈ દબાણ ન હતું.
Upasana On Becoming Mother: સાઉથ સિનેમાના સુપરસ્ટાર રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામિનેની માતા-પિતા બનવા જઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કપલે ખૂબ જ જલ્દી માતાપિતા બનવાના સારા સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા. ઉપાસનાએ ખુલાસો કર્યો કે માતા-પિતા બનવાનો નિર્ણય તેનો અને પતિ રામ ચરણનો હતો. બાળકના સંબંધમાં તેમના પર સમાજનું કોઈ દબાણ નહોતું અને તેઓ આને લઈને ખૂબ જ ખુશ છે.
View this post on Instagram
મમ્મી બનવા માટે ખૂબ જ ઉત્સાહિત
હ્યુમન્સ ઓફ બોમ્બે સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન ઉપાસનાએ ખુલાસો કર્યો કે તે માતા બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે અને ગર્વ અનુભવે છે કે તે તેનો નિર્ણય હતો અન્ય કોઈનો નહી. ઉપાસનાએ કહ્યું કે જ્યારે દંપતીને કુટુંબ શરૂ કરવા માટે આર્થિક રીતે સુરક્ષિત લાગ્યું ત્યારે તેઓએ બાળક લેવાનું નક્કી કર્યું.
માતા બનવાનો નિર્ણય પોતાનો હતો
રામ ચરણની પત્ની ઉપાસનાએ કહ્યું, 'હું ખૂબ જ ઉત્સાહિત છું અને એ વાતનો પણ ખૂબ ગર્વ અનુભવું છું કે મેં માતા બનવાનું નક્કી કર્યું જ્યારે સમાજ ઇચ્છે ત્યારે નહીં. આ જ કારણ છે કે અમે લગ્નના 10 વર્ષ પછી સંતાન પ્રાપ્ત કરવાનો નિર્ણય કર્યો. મને લાગે છે કે આ શ્રેષ્ઠ સમય છે કારણ કે અમે બંને સારી સ્થિતિમાં છીએ.
માં બનવાનો નિર્ણય પરસ્પર હતો
તેણે આગળ કહ્યું, 'અમે બંને આર્થિક રીતે સુરક્ષિત છીએ અને અમે અમારા બાળકની જાતે જ સંભાળ રાખી શકીએ છીએ. તે અમારો પરસ્પર નિર્ણય હતો. એક દંપતી તરીકે અમે ક્યારેય અમારા પર કોઈ પણ પ્રકારનું દબાણ આવવા દીધું નથી, પછી તે સમાજનું હોય, અમારા કુટુંબનું હોય કે બહારના લોકોનું.
નોંધનીય છે કે થોડા દિવસો પહેલા પતિ રામ ચરણની સાથે પત્ની ઉપાસનાએ પણ ઓસ્કર 2023 સમારોહમાં હાજરી આપી હતી. વિશ્વભરમાં પ્રખ્યાત આ એવોર્ડ ફંક્શનમાં RRR ફિલ્મના 'નાટૂ નાટૂ'ને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.
રામ ચરણની આગામી ફિલ્મો
'RRR'ની સફળતા બાદ રામ ચરણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હવે તે ગેમ ચેન્જરમાં જોવા મળશે. આમાં અભિનેતા સાથે કિયારા અડવાણી પણ જોવા મળશે. આ સિવાય તેની પાસે RC 16 ફિલ્મ પણ છે. આ બંને ફિલ્મો એક પછી એક સિનેમાઘરોમાં દસ્તક આપશે.