શોધખોળ કરો
Advertisement
જ્યારે રણબીર કપૂરે પ્રિયંકા સામે તેમના એક્સ બોયફ્રેન્ડનું નામ લીધું, આવું હતું પ્રિયંકાનું રિએકશન, જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો બહુ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂર પ્રિયંકાની સામે તેમના એકસ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરે છે. આ સમયે પ્રિયંકા રણબીરને કંઇક આવા અંદાજમાં જવાબ આપે છે.
બોલિવૂડ:રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાનો એક જુનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર પ્રિયંકા ચોપડાના એક્સ બોયફ્રેન્ડનું નામ લઇને ચિડાવતો જોવા મળે છે. તો બીજી તરફ પ્રિયંકા પણ કેટરિના કૈફનું નામ લઇને તેને ટીજ કરે છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રિલેશનશિપ, લિંક-અપ અને બ્રેકઅપની ખૂબ ચર્ચા રહે છે. લગભગ મોટાભાગના સેલેબ્સના નામ પોપ્યુલર સ્ટાર્ટ સાથે જાડાતા રહે છે. સલમાનખાન અને ઐશ્વર્યા રાય, રણબીર કપૂર સાથે દીપિકા પાદુકોણનું નામ પણ ખૂબ ચર્ચાયું હતું. જો કે આ સંબંધો તેના અંજામ સુધી ન પહોંચી શક્ય પરંતુ જો કે આ એક્સ રિલેશનશિપની ચર્ચા સમયાંતરે થયા કરે છે.
શાહિદ કપૂર અને કરીના કપૂરની જોડી પણ ખૂબ ચર્ચામાં રહી હતી. જો કે શાહિદ કપૂરનું નામ તો લગભગ કો-સ્ટાર્ટ સાથે ચર્ચાયું રહ્યું છે. શાહિદ કપૂરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,તેમણે કેટલીક એક્ટ્રેસને ડેટ કર્યું હતું. જેમા પ્રિયંકા તેમના ટોપ લિસ્ટમાં હતી. શાહિદે ‘કોફી વિથ કરણ સિઝન-3’માં પ્રિયંકા સાથે તેમની રિલેશનશિપનો સ્વીકાર પણ કર્યો હતો.
રણબીર કપૂરે પ્રિયંકાને શું કહ્યું? આ સંદર્ભે જ બનેલી એક ઘટનાનો જુનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં રણબીર કપૂર પ્રિયંકાને ચિડવી રહ્યો છે. તેમણે પ્રિયંકા સામે તેમના એક્સ બોયફ્રેન્ડનું નામ લીધું અને તેમને ચિડવવાની કોશિશ કરી. વીડિયોમાં પ્રિયંકા અને રણબીર કપૂર પોતાનો પરિચય આપતા જોવા મળે છે. આ સમયે રણબીર કપૂર પ્રિયંકાના એકસ બોયફ્રેન્ડનો ઉલ્લેખ કરતો જોવા મળે છે. તેના આગળના સીનમાં પ્રિયંકા કેટરિના કૈફનું નામ લે છે. તે કહે છે.”હાઇ મેં કેટરિના કૈફ હું” ઉલ્લેખનિય છે કે, રણબીર કપૂર અને કેટરિના કૈફની રિલેશન શિપ પણ એક સમયે ખૂબ ચર્ચામાં રહી હતી. બંનેની વેકેશન ટ્રિપની કેટલીક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. ત્યારબાદ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. રણબીર હાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યાં છે. તો કેટરિના કૈફનું વિક્કી કૌશલ સાથે રિલેશનશિપ હાલ ચર્ચામાં છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
Advertisement