Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે
Stock Market Holidays 2025: BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જે 2025 માટે ટ્રેડિંગ હોલિડેની યાદી બહાર પાડી છે
Stock Market Holidays 2025: નવા વર્ષ 2025ની શરૂઆત પહેલા શેરબજાર (Stock Market) ના રોકાણકારો, વેપારીઓ, બ્રોકરેજ હાઉસ, વિદેશી (FII) અને સ્થાનિક રોકાણકારો (DII) માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે. દેશના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જો BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (National Stock Exchange) 2025 માટે ટ્રેડિંગ હોલિડે શિડ્યૂલ બહાર પાડ્યું છે. વર્ષ 2025માં પ્રથમ ટ્રેડિંગ રજા મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર બુધવાર 26 ફેબ્રુઆરી 2025 ના રોજ હશે.
આ દિવસે બજારમાં રજા હશે
BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જે 2025 માટે ટ્રેડિંગ હોલિડેની યાદી બહાર પાડી છે. આ રજાઓ ત્રણેય ઈક્વિટી સેગમેન્ટ, ઈક્વિટી ડેરિવેટિવ સેગમેન્ટ અને SLB સેગમેન્ટને લાગુ પડશે. વર્ષ 2025માં શનિવાર અને રવિવાર સિવાય શેરબજારમાં 14 ટ્રેડિંગ રજાઓ રહેશે. 26 ફેબ્રુઆરી 2025ના રોજ મહાશિવરાત્રી, 14 માર્ચે હોળી અને 31 માર્ચ 2025ના રોજ ઈદના દિવસે બજાર બંધ રહેશે.
21મી ઓક્ટોબરે મુહૂર્ત ટ્રેડિંગ
એપ્રિલમાં 10 તારીખ, 14 એપ્રિલે આંબેડકર જયંતિ અને 18મી એપ્રિલે ગુડ ફ્રાઈડેના દિવસે શેરબજાર બંધ રહેશે. 1 મેના રોજ મહારાષ્ટ્ર દિવસના કારણે શેરબજારમાં રજા રહેશે. આ પછી 15 ઓગસ્ટે રજા રહેશે. ત્યારબાદ ગણેશ ચતુર્થીના દિવસે 27 ઓગસ્ટે, 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ અને દશેરાના દિવસે બજાર બંધ રહેશે. 21 ઓક્ટોબર 2025ના રોજ દિવાળીના શુભ અવસર પર બજાર બંધ રહેશે. પરંતુ 21મી ઓક્ટોબરે બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થશે. દિવાળીના બીજા દિવસે 22મી ઓક્ટોબરે બજારો બંધ રહેશે. 5મી નવેમ્બરે ગુરુ નાનક જયંતિ અને 25મી ડિસેમ્બર 2025ના રોજ ક્રિસમસ નિમિત્તે શેરબજારમાં રજા રહેશે.
1, ફેબ્રુઆરીએ શેરબજારો ખુલ્લા રહેશે
નોંધનીય છે કે સામાન્ય બજેટ રજૂ કરવાના દિવસે 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ શનિવારે બજારમાં વિશેષ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવશે. શનિવારે બજાર બંધ રહે છે. પરંતુ બજેટ રજૂ થવાનું હોવાથી શેરબજારો ખુલ્લા રહેશે.
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ