સલમાને કઈ હૉટ એક્ટ્રેસને ગણાવી પંજાબ કી કેટરીના કૈફ, એક્ટ્રેસ સલ્લુનો હાથ ખેંચીને ક્યાં લઈ ગઈ ?
ઈદ પાર્ટીમાં બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) આકર્ષણનું કેન્દ્ર બની હતી. પાર્ટીમાંથી તેનો સલમાન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મુંબઇઃ બૉલીવુડ દબંગ સલમાન ખાન (Salman Khan)ની બહેન અર્પિતા ખાને મંગળવારે ઇદ પાર્ટી યોજી, આ પાર્ટીમાં આમ તો સેલેબ્સનો જમાવડો લાગી ગયો હતો, બી-ટાઉનની જાણીતી સેલેબ્સે આમાં હાજરી આપી, પરંતુ સેલિબ્રિટીઝ પર ભારે પડી પંજાબની કેટરીના કૈફ એટલે કે શહનાઝ ગીલ (Shehnaaz Gill). સલમાન ખાને પાર્ટીમાં શહનાઝ ગીલને પંજાબની કૈટરીના ગણાવી હતી.
ખાસ વાત છે કે, ઈદ પાર્ટીમાં બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ (Shehnaaz Gill) આકર્ષણનું કેન્દ્ર બની હતી. પાર્ટીમાંથી તેનો સલમાન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક્ટરને હગ કરતી અને કિસ કરતી જોવા મળી. શહેનાઝ ગિલ ઈદ પાર્ટીમાં બ્લેક કલરનો કૂર્તો અને સલવાર પહેરીને આવી હતી, જેમાં ગોલ્ડન વર્ક કરેલું હતું. મિનિમલ જ્વેલરી અને મેકઅપની સાથે-સાથે બાંધેલા વાળમાં તે સુંદર લાગતી હતી. તો બીજી તરફ, સલમાને પણ પોતાના લૂકને કેઝ્યુઅલ રાખતાં બ્લેક શર્ટ અને ડેનિમ પહેર્યું હતું.
ખાસ વાત છે કે, જ્યારે શહેનાઝને તેની કાર તૈયાર હોવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે સલમાનનો હાથ પકડી લીધો હતો અને તેને કાર સુધી મૂકવા આવવાની વિનંતી કરી હતી. તો એક્ટર પણ તરત તૈયાર થઈ ગયો હતો, આ દરમિયાન તેના ચહેરા પર સતત સ્મિત જળવાયેલું હતું. સલમાને શહેનાઝને કહ્યું હતું 'પંજાબની કેટરીના કૈફ જા', તો શહેનાઝ તેને પણ પોતાની સાથે કાર તરફ લઈ જતા કહ્યું હતું 'ચલો મને છોડવા આવો'. સલમાન તેની સાથે કાર સુધી ગયો હતો અને શહેનાઝે કેમેરા સામે જોઈને કહ્યું હતું 'સલમાન સર હવે મને મૂકવા આવવા લાગ્યા છે'. કારમાં બેસીને તે સલમાનના ગાલને અડી હતી અને બાય કહ્યું હતું. આ સિવાય ફ્લાઈંગ કિસ પણ આપી હતી.
View this post on Instagram
---
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે