Salman Khan ને હોલીવૂડમાંથી આવેલી યુવતીએ લગ્ન માટે કર્યું પ્રપોઝ, ભાઈજાને આપ્યો આ જવાબ
બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ ચર્ચામાં છે. સલમાન આ દિવસોમાં આઈફા એવોર્ડ (Iffa Awards) માટે અબુ ધાબીમાં છે.
Salman Khan get Marriage Proposal: બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ ચર્ચામાં છે. સલમાન આ દિવસોમાં આઈફા એવોર્ડ (Iffa Awards) માટે અબુ ધાબીમાં છે. જ્યાંથી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો સલમાનના લગ્નની રાહ જોઈ રહ્યા છે. સલમાન બોલિવૂડનો મોસ્ટ એલિજિબલ બેચલર છે. આજે પણ ઘણી છોકરીઓ તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ વખતે વિદેશમાં સલમાન ખાનને લગ્ન માટે પ્રપોઝ કરવામાં આવ્યું છે. જેનો ભાઈજાને એવો જવાબ આપ્યો કે બધા જોતા જ રહી ગયા.
Lady Reporter - Salman will you marry me? #SalmanKhan - You should have met me around 20 years ago 🤣 pic.twitter.com/P2f8rGVKbv
— MASS (@Freak4Salman) May 26, 2023
શુક્રવારે આઈફા એવોર્ડની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલમાન દબંગ સ્ટાઈલમાં પહોંચ્યો હતો. જ્યાં સલમાનના લુકથી બધા પ્રભાવિત થયા હતા. આ દરમિયાન સલમાને મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. આઈફા કવર કરવા માટે હોલિવૂડથી આવેલી એક યુવતીએ સલમાન ખાનને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
સલમાન ખાનને પ્રપોઝ કર્યું
મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક યુવતીએ સલમાનને કહ્યું- હું તમને એક સવાલ પૂછવા માટે હોલીવુડથી આવી છું. જ્યારે મેં તમને પહેલી વાર જોયા ત્યારે હું તમારા પ્રેમમાં પડી ગઈ હતી. જેના જવાબમાં સલ્લુ મિયાંએ કહ્યું- તમે શાહરૂખ ખાનની વાત કરી રહ્યા છો ? જેના જવાબમાં યુવતી કહે છે- ના, હું સલમાન ખાનની વાત કરી રહી છું. શું તમે મારી સાથે લગ્ન કરશો.
સલમાન ખાને દિલ તોડ્યું
લગ્ન માટે પ્રપોઝ કર્યા બાદ સલમાન ખાને એવો જવાબ આપ્યો કે મહિલાનું દિલ તૂટી ગયું. સલમાન ખાને કહ્યું- મારા લગ્નના દિવસો ગયા. તારે મને 20 વર્ષ પહેલા મળવું જોઈતું હતું.
પ્રપોઝ કરનારી મહિલા કોણ છે
સલમાન ખાનને પ્રપોઝ કરનાર યુવતીનું નામ અલીના ખલ્ફીહ છે. તે હોલીવુડ હોસ્ટ છે. અલીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને દરરોજ પોસ્ટ શેર કરતી રહે છે.