શોધખોળ કરો
'બિગ બૉસ 14' સપ્ટેમ્બરમાં નહીં ઓક્ટોબરથી શરૂ થશે, જાણો કયા કારણે શૉને એક મહિનો પાછો ઠેલવામાં આવ્યો
એક સુત્રએ પિન્કવિલાને જણાવ્યુ કે ચેનલ અને મેકર્સ શૉને એક મહિના માટે સ્થઘિત કરવા ઇચ્છે છે. કેમકે છેલ્લા કેટલાક સમયથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે, અને આ કારણે સેટ પુરેપુરો અસરગ્રસ્ત થયો છે
!['બિગ બૉસ 14' સપ્ટેમ્બરમાં નહીં ઓક્ટોબરથી શરૂ થશે, જાણો કયા કારણે શૉને એક મહિનો પાછો ઠેલવામાં આવ્યો salmans bigg boss 14 delayed due to rainy reason 'બિગ બૉસ 14' સપ્ટેમ્બરમાં નહીં ઓક્ટોબરથી શરૂ થશે, જાણો કયા કારણે શૉને એક મહિનો પાછો ઠેલવામાં આવ્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/25152742/Big-boss-14-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બિગબૉસ 14ની સિઝનને લઇને લોકો અને ફેન્સ ખુબ ક્રેઝી છે. જ્યારથી આ સિઝનનો પ્રૉમો આવ્યો છે ત્યારેથી ફેન્સ આનો ઇન્તજાર કરી રહ્યાં છે. પરંતુ હવે શૉને લઇને એક નવી ખબર સામે આવી છે. રિપોર્ટ છે કે બિગબૉસ 14નુ શૂટિંગ એક મહિનો મોડુ શરૂ થવાનુ છે.
રિપોર્ટમાં કહેવાઇ રહ્યું હતુ કે બિગબૉસ 14ના પ્રૉમો બાદ આ રિયાલિટી શૉ 5 સપ્ટેમ્બરથી ઓનએર થશે, પરંતુ હવે આના પ્રસારણના શિડ્યૂલમાં ફેરફાર થઇ શકે છે. આ ફેરફારનુ કારણ મુંબઇમાં પડી રહેલો ભારે વરસાદ છે. ભારે વરસાદના કારણે બિગબૉસ 14ના સેટનુ રિપેર વર્ક પ્રભાવિત થયુ છે, અને કન્ટેસ્ટન્ટ માટે ફરીથી બરાબર થઇ શક્યુ નથી.
એક સુત્રએ પિન્કવિલાને જણાવ્યુ કે ચેનલ અને મેકર્સ શૉને એક મહિના માટે સ્થઘિત કરવા ઇચ્છે છે. કેમકે છેલ્લા કેટલાક સમયથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે, અને આ કારણે સેટ પુરેપુરો અસરગ્રસ્ત થયો છે. રિપેર વર્કમાં મોડુ થઇ રહ્યું છે અને કન્ટેસ્ટન્ટ માટે સેટ તૈયાર નથી થયો. તમામ વસ્તુઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા રિયાલિટી શૉને ઓક્ટોબર સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. મેકર્સ 4 ઓક્ટોબર 2020થી શૉને લાઇવ કરી શકે છે. મેકર્સ આ માટે પ્લાનિંગ કરી રહ્યાં છે.
રિપોર્ટ છે કે મેકર્સ બિગબૉસ 14માં પાર્ટિસિપેન્ટ કરવા માટે ટીવીના કેટલાય પૉપ્યુલર સ્ટાર્સનો સંપર્ક કરી ચૂક્યા છે. કહેવાઇ રહ્યું છે કે બિગબૉસ 14માં નિયા શર્મા, જાસ્મીન ભસીન, વવિયન ડીસેના, અકાક્ષા પુરી, નૈના સિંહ સહિત કેટલાક લોકો કન્ટેસ્ટન્ટ તરીકે શૉમાં સામેલ થઇ શકે છે.
![બિગ બૉસ 14' સપ્ટેમ્બરમાં નહીં ઓક્ટોબરથી શરૂ થશે, જાણો કયા કારણે શૉને એક મહિનો પાછો ઠેલવામાં આવ્યો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/25095305/Salman-04-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)