Sanjay Dutt બન્યો UAE ના ગોલ્ડ વીઝા મેળવનાર પ્રથમ ભારતીય અભિનેતા, મળશે ઘણા ફાયદા
ફિલ્મ અભિનેતા સંજય દત્ત યૂએઈ ગોલ્ડ વીઝા (UAE Viza) મળ્યા છે. આ જાણકારી અભિનેતા સંજય દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આપી છે.
મુંબઈ: ફિલ્મ અભિનેતા સંજય દત્ત યૂએઈ ગોલ્ડ વીઝા (UAE Viza) મળ્યા છે. આ જાણકારી અભિનેતા સંજય દત્તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આપી છે. આ તસવીરમાં તેમની સાથે યૂએઈના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મારી જોવા મળી રહ્યા છે અને તેમણે જ સંજય દત્તને આ સન્માન આપ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં સંજય દત્તે (Sanjay Dutt) યૂએઈ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો છે. ફિલ્મ અભિનેતા સંજય દત્ત યૂએઈ ગોલ્ડ વીઝા (UAE Viza) મળ્યા છે.
જો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે ટેલેન્ટેડ લોકોને યૂએઈમાં રહેવા અને તેમની યોગ્યતાનો લાભ ઉઠાવવા માટે આ વીઝા આપવામાં આવે છે. જેનાથી દેશને ફાયદો મળી શકે. હવે ભારતમાં સંજય દત્ત (Sanjay Dutt) એકમાત્ર અભિનેતા છે જેમને આ ગોલ્ડન વીઝા મળ્યા હોય. સંજય દત્ત ફિલ્મોના શૂટિંગને લઈ દુબઈ જતા હોય છે. આ વીઝાથી તેમને ઘણો ફાયદો મળશે.
દુબઈના પ્રિન્સને પિતા બનવા પર પાઠવી હતી શુભેચ્છા
હાલમાં જ દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ જુડવા બાળકોના પિતા બન્યા છે. સંજય દત્તે તેમને ટ્વિટર પર શુભેચ્છાઓ આપી હતી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'જુડવા બાળકોના સ્વાગત પર શેખ હમદાન મોહમ્મદને શુભેચ્છાઓ. હું તેમના માટે પ્રેમ, ભાગ્ય અને ખુશીની કામના કરુ છું.'
પિતાને યાદ કરી પોસ્ટ કરી હતી
હાલમાં જ સંજય દત્તે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે પોતાના પિતા અને શાનદાર એક્ટર સુનીલ દત્ત સાથે જોવા મળ્યા હતા. આ પોસ્ટને શેર કરતા તેણે જણાવ્યું હતું કે તેમના પિતા તેની જિંદગીમાં શું જગ્યા રાખતા અને તે તેને કેટલા યાદ કરે છે. તેણે પોસ્ટ શેર કરતા લખ્યું, એક પિતા, એક મિત્ર, એક ગુરુ- તમે મારા માટે બધુ જ હતા. લવ યૂ પાપા, મિસ યૂ.