(Source: ECI/ABP News/ABP Majha)
'The Kashmir Files ફિલ્મ પર સંજય રાઉતે માર્યો ટોણો, PM મોદી અંગે કહી આ વાત
કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ સુપરહીટ સાબિત થઈ રહી છે તો બીજી તરફ વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને લઈને રાજકીય ટિકા ટિપ્પણી પણ ચરમ પર છે. આ ફિલ્મે કમાણીના મામલે 100 કરોડનો આંક પાર કરી લીધો છે
The Kashmir Files: કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ સુપરહીટ સાબિત થઈ રહી છે તો બીજી તરફ વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને લઈને રાજકીય ટિકા ટિપ્પણી પણ ચરમ પર છે. આ ફિલ્મે કમાણીના મામલે 100 કરોડનો આંક પાર કરી લીધો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેની પ્રશંશા કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાએ કહી રહ્યા છે કે આ ફિલ્મમાં પૂરી વાસ્તવિકતા બતાવવામાં આવી નથી.
उन्हें Y प्लस कैटेगरी की सुरक्षा मिली है। कश्मीरी पंडितों को वहां बहुत तकलीफ झेलनी पड़ी है, कश्मीरी पंडितों की घर वापसी का वादा तो PM ने किया था तो अब तक क्यों नहीं हुआ: शिवसेना नेता संजय राउत https://t.co/0XB5kjc5NR
— ANI_HindiNews (@AHindinews) March 20, 2022
ફિલ્મને રાષ્ટ્રીય પુરષ્કાર આપવામાં આવે છે
આ બધાની વચ્ચે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા શિવસેનના નેતા સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે ટોણો મારતા કહ્યું કે, કાશ્મીર પર એક ફિલ્મ બની છે પરંતુ સચ્ચાઈ છૂપાવવામાં આવી છે અને કેટલીક ખોટી વાતો કહેવામાં આવી છે. ભાજપ આ ફિલ્મનો પ્રચાર કરી રહી છે તો તેના સમર્થકો તો જોશે જ. ત્યાર બાદ આ ફિલ્મને રાષ્ટ્રીય પુરષ્કાર આપવામાં આવે છે, ફિલ્મના નિર્દેશકને પદ્મશ્રી આપવામાં આવશે.
સંજય રાઉતે આ ફિલ્મના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને કેન્દ્ર સરકાર તરફથી Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવા મામલે પણ પ્રતિક્રિયા આપી. કાશ્મીરી પંડિતોને ઘણી તકલીફો ભોગવવી પડી છે, કાશ્મીરી પંડિતોની ઘર વાપસીનું વચન પીએમ મોદીએ આપ્યું હતું, તો હવે તે કેમ પૂર્ણ ન થયું.
એક તરફ ભાજપ આ ફિલ્મના માધ્યમથી કાશ્મીરી પંડિતોની પીડાને લોકોને સામે લાવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ સમગ્ર વિપક્ષી પાર્ટીઓ આ ફિલ્મના માધ્યમથી ભાજપ નફરત ફેલાવવાની કોશીશ કરી રહ્યુ હોવાનો આરોપ લગાવી રહી છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવુ છે કે આ ફિલ્મને ચૂંટણીમાં ફાયદો લેવા માટે બનાવવામાં આવી છે. બીજેપીએ 2024માં થનારી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ફિલ્મમાં વાસ્તવિકતા સાથે ઘણી છેડછાડ કરવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો સામે આવી રહ્યા છે જેમા સિનેમા હોલમાં આ ફિલ્મ જોતા જોતા લોકો ભકકાઉ નારા લગાવી રહ્યા છે. જેનાથી એક ધર્મ વિશેષ સામે નફરત ફેલાશે તેઓ આરોપ વિપક્ષ લગાવી રહ્યું છે.
તો બીજી તરફ ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) આજકાલ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) ની સફળતાની મજા લઇ રહ્યો છે. કેટલાય રાજ્યોમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. હવે રિપોર્ટ છે કે, વિવેક અગ્નિહોત્રીએ આ સફળતા બાદ પોતાના નેક્સ્ટ પ્રૉજેક્ટ પર પણ ધ્યાન આપવાનુ શરૂ કરી દીધુ છે, અને હવે નવી ફિલ્મમાં એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) ને કાસ્ટ કરવાનો છે.
ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ (Vivek Agnihotri) નેક્સ્ટ ફિલ્મને લઇને કેટલાક આઇડિયા રાખ્યા છે, જેમાં તે હૉટ એક્ટ્રેસ અને બૉલીવુડ ક્વિનને કાસ્ટ કરવા માંગે છે, વિવેકે ફિલ્મ માટે કંગનાનો સંપર્ક પણ કર્યો છે, પરંતુ ફિલ્મને લઇને હજુ આ નવી ફિલ્મ ફાઇનલ નથી થઇ. રિપોર્ટ્સ અનુસાર, જો બધુ બરાબર રહેશે તો આ નેક્સ્ટ ફિલ્મનુ એલાન આગામી મહિને કરી દેવામાં આવી શકે છે.