Sarath Babu Death: પીએમ મોદીએ પીઢ અભિનેતા સરથ બાબુના નિધન પર વ્યક્ત કર્યો શોક, ટ્વીટ કરીને લખ્યું- હંમેશા કરવામાં આવશે યાદ
Sarath Babu Death: દક્ષિણના દિગ્ગજ અભિનેતા સરથ બાબુનું સોમવારે 71 વર્ષની વયે અવસાન થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
PM Modi on Sarath Babu Death: દક્ષિણના દિગ્ગજ અભિનેતા સરથ કુમારનું સોમવારે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ત્યારે સોમવારે સવારે અભિનેતાની અચાનક તબિયત વધુ બગડી હતી. તેમના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું અને બપોરે સરથે અંતિમ શ્વાસ લીધા હતા. તમામ સેલેબ્સ અને ચાહકોએ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને સરથ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
Shri Sarath Babu Ji was versatile and creative. He will be remembered for several popular works in several languages during his long film career. Pained by his passing away. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 22, 2023
પીએમ મોદીએ સરથ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા સરથ બાબુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને અભિનેતાના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, "શ્રી સરથ બાબુ જી બહુમુખી અને સર્જનાત્મક હતા. તેમની લાંબી ફિલ્મ કારકિર્દી દરમિયાન ઘણી ભાષાઓમાં ઘણા લોકપ્રિય કાર્યો માટે તેમને યાદ કરવામાં આવશે..તેમના નિધનથી દુઃખી. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના.", ઓમ શાંતિ."
No words, just deep sadness #SarathBabu , rest in peace pic.twitter.com/x1Xw8kRjoc
— Radikaa Sarathkumar (@realradikaa) May 22, 2023
Heart broken to know about the untimely demise of #SarathBabu Garu. He will never be forgotten. May his soul rest in peace. Sending my deepest condolences and prayers to his loved ones. pic.twitter.com/aGbrkSWQAF
— Aadi Saikumar (@iamaadisaikumar) May 22, 2023
સરથ બાબુએ 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું
સરથ બાબુએ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ સહિતની હિન્દી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની કારકિર્દીમાં તેમણે 200થી વધુ ફિલ્મોમાં તેમના અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું. તેઓ સુપરસ્ટાર રજનીકાંતના નજીકના મિત્ર હતા. બંનેએ 'અન્નામલાઈ' અને 'મુથુ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સરથ બાબુએ 1973માં તેલુગુ ફિલ્મ 'રામ રાજ્યમ'થી અભિનયની શરૂઆત કરી હતી. ચાર વર્ષ પછી તેમને કે બાલાચંદરના દિગ્દર્શિત સાહસ નિઝાલ નિજમગીરાધુ સાથે તમિલ સિનેમામાં બ્રેક મળ્યો, જેમાં કમલ હાસન અને સુમિત્રા પણ હતા.