Shah Rukh Khan: વિશ્વમાં ફરી વાગ્યો શાહરુખ ખાનનો ડંકો, લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો આ એવોર્ડ
Shah Rukh Khan Recieved Pardo Alla Carriera Award: શાહરૂખ ખાનને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પારડો અલ્લા કેરીએરા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે સ્પીચ આપી અને બધાનો આભાર માન્યો.
Shah Rukh Khan Recieved Pardo Alla Carriera Award: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને એક અદ્ભુત સિદ્ધિ પોતાના નામે કરી છે. સુપરસ્ટારને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ 2024માં પાર્ડો અલ્લા કેરીએરા એવોર્ડ (Pardo Alla Carriera Award)એનાયત કરવામાં આવ્યો છે. 10 ઓગસ્ટે પોતાના નામે આ ખાસ એવોર્ડ મેળવનાર કિંગ ખાને લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી.
SRK’s supremacy shines through—from his iconic scenes on the big screen to the thunderous cheers from the crowd, his heartfelt gestures to the people at the Locarno Film Festival, and his warm thanks to everyone for their love and for having him there! 👑@iamsrk… pic.twitter.com/p4C1Fkj4zV
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) August 10, 2024
ફોર્મલ લુકમાં ડેશિંગ સ્ટાઇલ
પાર્ડો અલ્લા કેરીએરા એવોર્ડ લેવા પહોંચેલા શાહરુખ ખાનના ઈવેન્ટના વીડિયો અને ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન તે બ્લેક શર્ટ-પેન્ટ સાથે મેચિંગ બ્લેઝર પહેરીને ફોર્મલ લુકમાં જોવા મળ્યો હતો. એવોર્ડ મેળવ્યા બાદ શાહરૂખ ખાને લાંબુ ભાષણ આપ્યું હતું. ટ્રોફી બતાવતા તેણે કહ્યું- 'તે બહુ ભારે છે.' આ પછી તેણે ટ્રોફી બાજુ પર રાખી દીધી.
Shah Rukh Khan steals the show at Locarno as he receives the prestigious Pardo Alla Carriera Award and wows everyone with his epic speech filled with charm and wit! ❤️✨@iamsrk @FilmFestLocarno#ShahRukhKhan #Locarno77 #PardoAllaCarriera #GlobalSuperstar #LocarnoFilmFestival… pic.twitter.com/MeNE6UwV9k
— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) August 10, 2024
લોકાર્નોને સુંદર, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ગણાવ્યું
શાહરુખ ખાને કહ્યું- આ ખૂબ જ સુંદર, ખૂબ જ સાંસ્કૃતિક, ખૂબ જ સર્જનાત્મક અને ખૂબ જ હોટ શહેર લોાકર્નોમાં આટલા વિશાળ હાથે સ્વાગત કરવા માટે હું તમારા બધાનો આભાર માનું છું, જે હું સ્ક્રીન પર બતાવું છું તેના કરતાં ઘણું વધારે છે. ઘણા લોકો નાના ગ્રાફન્ડમાં હાજર છે, તે બીલકુલ ભારતમાં ઘરે હોવા જેવું છે. તેથી મને અહીં આમંત્રિત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. છેલ્લી બે સાંજ અદ્ભુત રહી.
ફેનને કહ્યું- આઈ લવ યૂ ટૂ
કિંગ ખાનની સ્પીચ દરમિયાન એક ચાહકે તેના પર ચીસો પાડીને કહ્યું 'આઈ લવ યુ'. આના પર શાહરૂખે કહ્યું- 'આઈ લવ યૂ ટૂ, સીરિયસ સ્પીચ પછી આખો ડ્રામા ચાલુ રાખવો જોઈએ. આ લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ છે, આપણે બધાએ બૌદ્ધિક બનવાની જરૂર છે, ઠીક છે?
નમસ્કાર અને ધન્યવાદ'
આ પછી શાહરૂખ ખાને કહ્યું કે તેની ઈટાલિયન ભાષા અને રસોઈમાં સુધારો થઈ રહ્યો છે. તેણે કહ્યું- 'મારો દિવસ શાનદાર રહ્યો, ભોજન સારું હતું, મારી ઈટાલિયન ભાષામાં સુધારો થઈ રહ્યો છે અને મારી રસોઈમાં પણ સુધારો થઈ રહ્યો છે. હું પાસ્તા અને પિઝા પણ બનાવી શકું છું. હું અહીં લોકાર્નોમાં શીખી રહ્યો છું. હું દિલથી અને ભારત વતી તમારો આભાર માનું છું. નમસ્કાર અને ધન્યવાદ, ગોડ બ્લેસ યૂ.