શોધખોળ કરો
શું તમે શાહરૂખ ખાન સાથે વીડિયો કોલ પર કરવા માંગો છો વાત, બસ પુરો કરવો પડશે આ ટાસ્ક
લોકડાઉનમાં જો તમે ઘર પર બેસીને કંટાળી ગયા છો અને કાંઇક રસપ્રદ કરવા માંગો છો તો તમારા માટે એક સ્પેશ્યલ ટાસ્ક છે.

મુંબઇઃ લોકડાઉનમાં જો તમે ઘર પર બેસીને કંટાળી ગયા છો અને કાંઇક રસપ્રદ કરવા માંગો છો તો તમારા માટે એક સ્પેશ્યલ ટાસ્ક છે. આ ટાસ્ક શાહરૂખ ખાને આપ્યો છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર ફેન્સને એક સ્પેશ્યલ ટાસ્ટ પુરો કરવાનો પડકાર આપ્યો છે. જો આ ટાસ્ક જે વ્યક્તિ પુરો કરશે તેને શાહરૂખ ખાન સાથે વીડિયો કોલ મારફતે વાત કરવાની તક મળશે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક ટાસ્ક શેર કર્યો છે. તેણે ટ્વિટ કરી લખ્યુ કે, હાલમાં આપણે લોકડાઉનમાં છીએ તો આપણી પાસે ખૂબ સમય છે. મને લાગ્યું કે આ સમય આપણે કાંઇક મજેદાર, ક્રિએટીવ કરીને ટાઇમ પસાર કરીએ. શાહરૂખ લખે છે કે હોરર ફિલ્મ જોવી કોણ પસંદ કરતું નથી. હાલમાં આપણે અનેક ફિલ્મો જોઇન ટાઇમ પસાર કરી રહ્યા છીએ તો આપણી અંદરના ફિલ્મમેકરને જગાડીએ અને એક ડરામણી ઇન્ડોર મૂવી શૂટ કરીએ. શાહરૂખ ખાને પોતાના ફેન્સને એક હોરર ફિલ્મ બનાવવાની ચેલેન્જ આપી છે. આ માટે કેટલાક નિયમો પણ બનાવવામા આવ્યા છે. નિયમ અનુસાર તમે કોઇ પણ કેમેરાનો ઉપયોગ કરી શકો છો. ઘરમાં જ પડેલા પ્રોપનો ઉપયોગ કરી શકાય છે. ફિલ્મને એક કરતા વધુ લોકો સાથે શૂટ કરી શકાય છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું રહેશે. શાહરૂખ ખાને જણાવ્યું કે, 18 મે સુધી ફેન્સ પોતાની ફિલ્મને teamdigital@redchillies.com પર મોકલી શકો છો. આ ફિલ્મને પૈટ્રિક ગ્રાહમ, વિનીત કુમાર, આહાના કુમરા અને ગૌરવ વર્મા જજ કરશે. તેમાંથી ત્રણ વિનર્સને શાહરૂખ ખાન સાથે વીડિયો કોલ કરવાની તક મળશે. નોંધનીય છે કે શાહરૂખ ખાન પોતાની નવી વેબસીરિઝ બેતાલને લઇને ચર્ચામાં છે. આ વેબ સીરિઝને તેના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઇમેન્ટ મારફતે બનાવવામાં આવી છે.
વધુ વાંચો





















