Sidharth Kiara Wedding Live: પરિવાર સાથે દિલ્હી એરપોર્ટ પર ક્લિક થયો સિદ્ધાર્થ મલ્હોત્રા, કાલે કિયારા સાથે થશે લગ્ન
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે

Background
Kiara Advani Sidharth Malhotra Wedding: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા 6 ફેબ્રુઆરીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના પરિવારજનોએ લગ્નની સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. પરંતુ ઈ ટાઈમ્સના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 7 ફેબ્રુઆરીએ સિદ્ધાર્થ અને કિયારા રાજસ્થાનના જેસલમેરમાં લગ્નના બંધનમાં બંધાશે. જો રિપોર્ટ્સનું માનીએ તો બંનેના પરિવારજનો જેસલમેર પહોંચી ગયા છે અને પ્રી-વેડિંગ ફંક્શન આજથી જ શરૂ થશે.
રિપોર્ટ્સ અનુસાર, લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે. સિદ્ધાર્થ -કિયારાએ તેમના લગ્નને ખૂબ જ સિક્રેટ રાખવાની યોજના બનાવી છે અને માત્ર કેટલાક ખાસ મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તેમના લગ્નમાં ફક્ત પરિવાર અને કેટલાક ખાસ મિત્રો જ તેમાં સામેલ થશે. તેઓ 6 ફેબ્રુઆરીએ તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરશે.
અગાઉ રિપોર્ટ આવ્યા હતા કે કિયારાએ તેના કબીર સિંહ કો-સ્ટાર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતને આમંત્રણ આપ્યું છે. બંને લગ્નમા સામેલ થાય તેવી આશા છે. કરણ જોહર, મનીષ મલ્હોત્રા, વરુણ ધવન અને અશ્વિની યાર્દી જેવા અન્ય લોકોને પણ લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. અહેવાલો એવો પણ દાવો કરે છે કે કિયારાની શ્રેષ્ઠ મિત્ર ઈશા અંબાણી, જેમણે તાજેતરમાં જ તેના જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, તે સમારોહમાં ભાગ લઈ શકે છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બે રિસેપ્શન હોસ્ટ કરશે
રાજસ્થાનમાં ભવ્ય લગ્ન પ્રસંગ પછી 'શેરશાહ' દંપતી પ્રથમ રિસેપ્શન હોસ્ટ કરવા માટે દિલ્હી જશે, ત્યારબાદ સિદ્ધાર્થ અને કિયારા તેમના બોલિવૂડ મિત્રો માટે મુંબઈમાં બીજું રિસેપ્શન પ્લાન કરશે.
સિદ્ધાર્થ એરપોર્ટ જવા રવાના થયો
કિયારા બાદ હવે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લગ્ન માટે જેસલમેર જવાની તૈયારી કરી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા તેના દિલ્હીના ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યો હતો. આ દરમિયાન તેનો ભાઈ અને માતા પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram




















