શોધખોળ કરો

'પ્યાર કા પંચનામા' ફેમ Sonnalli Seygall લેશે સાત ફેરા, જાણો કોણ છે એક્ટ્રેસનો વરરાજા?

Sonnaali Seygall wedding: 'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સેગલ વિશે એવા અહેવાલો છે કે તે તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ આશિષ સાથે 7 જૂને એક ગુપ્ત સમારોહમાં લગ્ન કરવા જઈ રહી છે.

Sonnaali Seygall wedding: 'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સેગલના અંગત જીવન વિશે સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર સોનાલી તેના બોયફ્રેન્ડ આશિષ સજનાની સાથે આજે એટલે કે 7 જૂને લગ્ન કરવા જઈ રહી છે. સોનાલી અને આશિષ છેલ્લા 5-6 વર્ષથી રિલેશનશિપમાં છે. જોકે બંને ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરતા નથી.

View this post on Instagram
 
A post shared by Sonnalli Seygall (@sonnalliseygall)

પ્રાઇવેટ સેરેમનીમાં થશે લગ્ન

હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ સોનાલી સહગલ ટૂંક સમયમાં તેની નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છે. સોનાલી ઘણા સમયથી આશિષને ડેટ કરી રહી છે. આશિષ એક બિઝનેસમેન છે. તેની ઘણી હોટલ છે. લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેએ પોતાના સંબંધોને આગળ વધારવાનું વિચાર્યું છે. 7 જૂન, 2023ના રોજ બંને ખાનગી સમારંભોમાં સાત ફેરા લેશે.

5 જૂને મહેંદી સેરેમની યોજાઈ હતી

સોનાલી અને આશિષ સાથે સંકળાયેલા એક સૂત્રએ પોર્ટલને જણાવ્યું કે બંને બપોરે લગ્ન કરશે. લગ્નમાં નજીકના લોકો જ હાજરી આપશે. સૂત્રએ એમ પણ જણાવ્યું કે તેમની પ્રી-વેડિંગ સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. તેની મહેંદી સેરેમની 5મી જૂને યોજાઇ હતી.

View this post on Instagram
 
A post shared by Sonnalli Seygall (@sonnalliseygall)

કપલ લગ્ન ગુપ્ત રાખવા માંગે છે

રિપોર્ટ્સ અનુસાર સોનાલી લગ્ન પછી પણ મીડિયા સાથે વાત કરવા માંગતી નથી અને ન તો તે પોતાના સંબંધો વિશે કોઈને જણાવવા માંગે છે. અહેવાલો અનુસાર સોનાલી તેના લગ્નને ગુપ્ત રાખવા માંગતી હતી અને તેના ચાહકોને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. આ પહેલા પણ હિન્દુસ્તાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે બંને પોતાના અંગત જીવન વિશે કોઈને જણાવવા માંગતા નથી. પોર્ટલે એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, "તેઓ લગભગ ચાર-પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓએ પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા છે કારણ કે બંને નથી ઈચ્છતા કે તેમના અફેરની ચર્ચા થાય. સોનાલીએ હંમેશા પોતાના અંગત જીવનને ખાનગી રાખવાનો પ્રયાસ કર્યો છે અને તે ઈચ્છે છે કે તે પોતાના કામ પર ધ્યાન આપે. સાથે હેંગઆઉટ કરવા છતાં તેઓ સોશિયલ મીડિયા પર એક જ ફ્રેમમાં રહેવાનું ટાળવાનો પ્રયાસ કરે છે.

સોનાલીની ફિલ્મી કરિયર

તમને જણાવી દઈએ કે સોનાલીએ વર્ષ 2011માં 'પ્યાર કા પંચનામા'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ લવ રંજને ડિરેક્ટ કરી હતી. આ પછી સોનાલી 'પ્યાર કા પંચનામા 2'માં પણ જોવા મળી હતી. અભિનેત્રીએ 'વેડિંગ પુલાવ'માં પણ કામ કર્યું હતું. સોનાલી થોડા સમય પહેલા સલમાન ખાન સાથે થમ્સ અપની એડમાં પણ જોવા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: ભગવાન જગન્નાથનો રથ કાલુપુર પહોંચ્યો, નિજમંદિર તરફ રવાના, ભક્તોમાં ઉત્સાહ
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વેને ભારતે આપ્યો 235 રનનો ટાર્ગેટ, અભિષેક અને ગાયકવાડની તોફાની બેટિંગ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ
Embed widget