શોધખોળ કરો
Advertisement
SSR Case: ડ્રગ્સ કેસમાં પકડાયેલા દિપેશ સાવંતે NCB વિરુદ્ધ જ હાઇકોર્ટમાં દાખલ કરી ફરિયાદ, માંગ્યુ 10 લાખનુ વળતર
દિપેશ સાવંતની આ અરજી પર બૉમ્બે હાઇકોર્ટે સોમવારે સુનાવણી કરી, અને આ 6 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. આ અરજી પર ન્યાયાધીશ એસએસ શિદે અને જસ્ટિસ એમએ કર્ણિકની ખંડપીઠ સુનાવણી કરશે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં આવેલા ડ્રગ્સ મામલામાં ન્યાયિક કસ્ટડીમાં રહી રહેલા સુશાંતના ઘરમાં કામ કરનારા દિપેશ સાવંતે એનસીબી વિરુ્દ્ધ બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. દિપેશ સાવંતે આ અરજી મારફતે એનસીબી પાસે 10 લાખ રૂપિયાના વળતરની માંગ કરી છે. દિપેશનો આરોપ છે કે એનસીબીએ તેને ગેરકાયદેસર રીતે ડ્રગ્સ કેસમાં કસ્ટડીમાં લઇ લીધો હતો, આ અરજી 5 ઓક્ટોબરે દાખલ કરવામાં આવી હતી.
દિપેશ સાવંતની આ અરજી પર બૉમ્બે હાઇકોર્ટે સોમવારે સુનાવણી કરી, અને આ 6 નવેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. આ અરજી પર ન્યાયાધીશ એસએસ શિદે અને જસ્ટિસ એમએ કર્ણિકની ખંડપીઠ સુનાવણી કરશે. દિપેશ સાવંતને બૉમ્બે હાઇકોર્ટે એનસીબીની ન્યાયિક કસ્ટડીમાં જામીનને મંજૂરી આપી હતી.
એનસીબીએ કર્યુ સુપ્રીમ કોર્ટના નિયમોનુ ઉલ્લંઘન
અરજીમાં દિપેશ સાવંતે દાવો કર્યો છે કે તેને 36 કલાકતી વધુ સમય બાદ મજિસ્ટ્રેટની સામે હાજર કરવામાં આવ્યો હતો, આ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશોનુ સીધુ ઉલ્લંઘન છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોમાં બતાવવામાં આવ્યુ છે કે કોઇપણ આરોપીની ધરપકડ કરયા બાદ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટની સામે હાજર કરવાનો હોય છે. આની સાથે જ દિપેશે દાવો કર્યો કે એનસીબીએ તેની ધરપકડનો સમય 5 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગે બતાવ્યો, જ્યારે તેની 4 સપ્ટેમ્બરે રાત્રે 10 વાગે ધરપકડ કરવામાં આવી હતી, અને 6 સપ્ટેમ્બરે મેજિસ્ટ્રેટની સામે હાજર કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની કથિત મોત બાદ સીબીઆઇ, ઇડી અને એનસીબીએ તપાસ શરૂ કરી હતી, સુશાંત કેસમાં ત્રણેય એજન્સીઓ કામ કરી રહી હતી, જેમાં ડ્રગ્સ મામલે એનસીબીએ રિયા ચક્રવર્તી, શૌવિક ચક્રવર્તી, મિરાંડાની સાથે સાથે દિપેશ સાવંતની પણ ધરપકડ કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion