બૉલીવુડમાં વધુ એક સ્ટાર કિડ્સને ડેબ્યૂ કરાવશે સલમાન, 'ભાઇજાન'માં દેખાશે આ હૉટ યુવા એક્ટ્રેસ, જાણો
સલમાનની ફિલ્મ ‘કભી ઇદ કભી દિવાલી’માં પણ પલકને કાસ્ટ કરી લેવાનમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ ફિલ્મનુ ટાઇટલ ચેન્જ કરીને ‘ભાઇજાન’ કરી દેવામાં આવ્યુ છે.
Palak Tiwari In Salman Khan Film: બૉલીવુડમાં સ્ટાર કિડ્સનુ ડેબ્યૂ નવુ નથી, બૉલીવુડના સુપરસ્ટાર ગણાતા સલમાન ખાન વધુ એક સ્ટાર કિડ્સને ફિલ્મોમાં ડેબ્યૂ કરાવવા જઇ રહ્યો છે. તેનુ નામ છે પલક તિવારી. પલક તિવારી (Palak Tiwari) હવે લોકો માટે કોઇ નવુ નામ નથી. જાણીતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)ની દીકરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની યંગ જનરેશનમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તેનો મ્યૂઝિક વીડિયો ‘બિજલી-બિજલી’ તો એટલો પૉપ્યૂલર થઇ ગયો છે કે ઇન્ડ્સ્ટ્રીના નાના મોટા દરેક સ્ટાર આના પર ડાન્સ કરવા લાગે છે. જોકે, હવે પલક તિવારના હાથે એક મોટી સફળતા લાગી છે.
'ભાઇજાન' માટે પલક તિવારીને કરી કાસ્ટ -
સલમાનની ફિલ્મ ‘કભી ઇદ કભી દિવાલી’માં પણ પલકને કાસ્ટ કરી લેવાનમાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં આ ફિલ્મનુ ટાઇટલ ચેન્જ કરીને ‘ભાઇજાન’ કરી દેવામાં આવ્યુ છે. આ ફિલ્મ કેટલીય વાતોને લઇને સતત ચર્ચામાં છે. પલક પહેલા ફિલ્મ મેકર્સે શાહનાઝ ગિલને પણ આ માટે સાઇન કરી છે. હવે આમાં એકત નવુ નામ પલક તિવારીનુ જોડાઇ ગયુ છે.
View this post on Instagram
મીડિયા રિપૉર્ટ્સ અનુસાર, સૌથી દિલચસ્પ વાત એ સામે આવી છે કે સલમાને ખુદ ફિલ્મ માટે પલકને પસંદ કરી છે. તે ‘ભાઇજાન’માં જસ્સી ગિલની અપૉઝિટ દેખાશે. ફિલ્મમાં પલક અને જસ્સી ગિલનો એક શાનદાર ટ્રેક રહેશે. બતાવવામાં આવી રહ્યું છે કે પલકે ફિલ્મનુ શૂટિંગ પણ શરૂ કરી દીધુ છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---