Sunny Leone On Her Bollywood Journey: સની લિયોનનું દર્દ છલકાયું, કહ્યું - બોલીવુડમાં એક દાયકો થયો છતાં મારી સાથે આજે પણ કેટલાક...
અભિનેત્રી સની લિયોને બોલિવૂડમાં તેના જીવનમાં એક નવો અધ્યાય શરુ કર્યાને એક દાયકા જેટલો સમય વિતી ચુક્યો છે.
Sunny Leone On Her Bollywood Journey: અભિનેત્રી સની લિયોને બોલિવૂડમાં તેના જીવનમાં એક નવો અધ્યાય શરુ કર્યાને એક દાયકા જેટલો સમય વિતી ચુક્યો છે. પરંતુ એવા દિવસો આવે છે જ્યારે તેનું પાછલું જીવન તેને દર્દ અને દુઃખ આપવા માટે પાછું આવે છે. જો કે, સની લિયોન કહે છે કે તે આ બધાથી પરેશાન ના થવાનું શીખી ગઈ છે. પશ્ચિમના એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કારકિર્દી છોડીને, લિયોને પૂજા ભટ્ટની ફિલ્મ 'જિસ્મ 2' સાથે તેની બોલિવૂડ સફરની શરૂઆત કરી હતી.
સની લિયોને 2012માં બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યોઃ
સની લિયોને પોતાની બોલીવુડ સફર અંગે વાત કરતાં કહ્યું કે, “2012માં બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશનાર વ્યક્તિની તુલનામાં, હું સંપૂર્ણપણે અલગ વ્યક્તિ હતી. મને અહીં જે કરવાનું મળ્યું છે તે તમામ બાબતો માટે હું ખુશ છું. મને ઘણા સારા વિકલ્પો અને ઘણા ખરાબ વિકલ્પો પણ મળ્યા છે. સનીએ આગળ કહ્યું, "પરંતુ તે ખરાબ પસંદગીઓમાંથી સારી વસ્તુઓ આવી અને ઘણું શીખ્યું.
આજે પણ કેટલાક લોકો મારી સાથે કામ કરવા નથી ઈચ્છતાઃ
સનીએ પોતાની સફર વિશે આગળ જણાવ્યું કે, “જ્યારે મેં ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, ત્યારે ઘણા લોકો મારી સાથે કામ કરવા માટે અચકાતા હતા. પરંતુ ઘણા એવા લોકો હતા જેઓ મારી સાથે કામ કરવા માંગતા હતા. પરંતુ અત્યારે પણ એવા પ્રખ્યાત પ્રોડક્શન હાઉસ અને લોકો છે જે, કદાચ હજુ પણ મારી સાથે કામ કરવા નથી ઈચ્છતા. પરંતુ તે ઠીક છે. હું આ બધાની સાથે સંપૂર્ણ રીતે બરાબર છું. હું માનું છું કે અમુક સમયે મને આમાંના કેટલાક લોકો સાથે કામ કરવાની તક મળી શકે છે. અને હું તેના માટે ઉત્સાહિત છું.
View this post on Instagram