શોધખોળ કરો
Advertisement
‘સની લિયોની’એ કોલકાતાની કૉલેજના મેરિટ લિસ્ટમાં કર્યું ટોપ, એક્ટ્રેસે કહ્યું- આવતા સેમેસ્ટરમાં મળીશું
એક્ટ્રેસ સની લિયોનીનું નામ કોલકાતાની એક કોલેજના મેરિટ લિસ્ટમાં ટોપ પર આવ્યું હતું. આ મેરિટ લિસ્ટ બીએ ઈંગ્લિશ ઓનર્સનું હતું.
એક્ટ્રેસ સની લિયોનીનું નામ કોલકાતાની એક કોલેજના મેરિટ લિસ્ટમાં ટોપ પર આવ્યું હતું. આ મેરિટ લિસ્ટ બીએ ઈંગ્લિશ ઓનર્સનું હતું. સનીનું નામ મેરિટ લિસ્ટમાં વાંચવા મળતા કોલેજમાં ખળભળાટ મચી ગયો હતો. મેરિટ લિસ્ટમાં સ્કિન શોટ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.
પશ્ચિમ બંગાળની આશુતોષ કોલેજનું આ મેરિટ લિસ્ટ વાયરલ થતાં સની લિયોનીએ પણ તેના પર રમુજી રિએક્શન આપ્યું છે. સનીએ ટ્વીટ કરીને લખ્યું કે, “આવતા સેમેસ્ટરમાં હું તમામને કોલેજમાં મળીશ!! આશા રાખું છું કે તમે મારી ક્લાસમાં જ હશો.”
સોની લિયોનીનું નામ માત્ર ટોપ પરજ નહોતું પરંતુ તેને ધોરણ 12 બોર્ડ પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ ચાર વિષયોમાં 400 માર્ક્સ પણ આપવામાં આવ્યા હતા. જેમાં તેનો એપ્લિકેશન આઇડી(9513008704) અને રોલ નંબર (207777-6666) પણ આપવામાં આવ્યો હતો. આ મામલે કોલેજ પ્રશાસને પોલીસ સ્ટેશન અને સાઈબર પોલીસ સ્ટેશમાં ફરિયાદન નોંધાવી છે અને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, તેની તપાસ કરવામાં આવે, કોલેજની બદનામી થઈ રહી છે.
આ બાબતે કોલેજના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કોઇએ મેરિટ લિસ્ટમાં ચેડા કર્યા છે. સની લિયોનીનું નામ ટાઇપ કરીને ખોટું આવેદન પાઠવ્યું છે. અમે આ ખોટી માહિતીને સુધારવાની સૂચના આપી દીધી છે અને આ સાથે અમે આ કઇ રીતે થયું તેની પણ તપાસ કરીશું.
See you all in college next semester!!! Hope your in my class ;) 😆😜
— sunnyleone (@SunnyLeone) August 28, 2020 ">વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement