શોધખોળ કરો
Advertisement
13મી જૂને સુશાંતને શું કરવામાં મદદ કરી હોવાની વાત સિદ્ધાર્થ પિઠાણી સીબીઆઇ સામે કબુલી, જાણો વિગતે
સિદ્ધાર્થ પિઠાણીએ તે વાત પરથી પડદો ઉઠાવ્યો છે, જેમાં સુશાંતના મોતના એક દિવસ પહેલા એટલે કે 13 જૂને શું શુ થયુ હતુ
મુંબઇઃ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે હાલ તપાસ ચાલી રહી છે. સીબીઆઇ કેસ સાથે જોડાયેલા તમામ લોકોની પુછપરછ કરી રહી છે. સીબીઆઇએ સુશાંતના ફ્લટમેટ અને મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પુછપરછ કરી, સિદ્ધાર્થ પિઠાણીએ 8 જૂનથી લઇને 14 જૂન વચ્ચે શું શુ બન્યુ તે બધુ કહ્યું. સુત્રો અનુસાર આમાં એક મોટી વાત બહાર આવી છે.
સિદ્ધાર્થ પિઠાણીએ તે વાત પરથી પડદો ઉઠાવ્યો છે, જેમાં સુશાંતના મોતના એક દિવસ પહેલા એટલે કે 13 જૂને શું શુ થયુ હતુ.
સુત્રો અનુસાર, સિદ્ધાર્થ પિઠાણીએ સીબીઆઇને જણાવ્યુ કે, 13 જૂને સુશાંત સિંહ રાજપૂતને કેટલાક બિલ ચૂકવવાના હતા, જેને તેને પોતાના મોબાઇલ ફોન પરથી ચૂકવ્યા હતા. આમાં સિદ્ધાર્થે તેની મદદ કરી હતી. ત્યારબાદ સુશાંતે મેંગો શેક પીધો પરંતુ ડિનર ના કર્યું. વળી સિદ્ધાર્થ પિઠાણીએ એ પણ જણાવ્યુ કે, 12 જૂને સુશાંતની મોટી બહેન મીતૂ દીદી પણ પોતાના ઘરે પાછી ચાલી ગઇ હતી. તેને કહ્યું કે પોતાની દીકરીની બહુજ યાદ આવી રહી છે, અને પછી તેની બહેન સુશાંતને એકલો છોડીને ચાલી ગઇ હતી.
રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ પિઠાણીએ પોતાના નિવેદનમાં કહ્યું કે 10 જૂને સુશાંતે તેને હાર્ડ ડિસ્કમાંથી પોતાના બધા વીડિયો અને ડેટાને હટાવવાનુ કહ્યું હતુ. આ ઉપરાંત સિદ્ધાર્થ પિઠાણીએ દાવો કર્યો કે સુશાંતને કહેવા પર જ તેને હાર્ડ ડ્રાઇવમાંથી ગીતો અને વીડિયોને હટાવ્યા હતા.
સીબીઆઇ સુશાંત કેસ સાથે જોડાયેલા તમામ લોકોની વારાફરથી પુછપરછ કરી રહી છે, જેમાં સુશાંતનો રૂમમેટ સિદ્ધાર્થ પિઠાણી પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion