શોધખોળ કરો
Advertisement
સુશાંતના જુના સાથીદારે લગાવ્યો આરોપ, 'આ આત્મહત્યા નથી હત્યા જ છે'
અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, સુશાંત સિંહ હંમેશા ખુશ રહેનારા માણસ હતો, અને તે આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે. અંકિત આચાર્ચએ કહ્યું કે સુશાંત લોકોને સકારાત્મક પ્રેરણા આપનારાઓમાંનો એક હતો, તે કઇ રીતે આત્મહત્યા કરી શકે
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે નવી નવી કડીઓ ખુલતી જાય છે. હવે સુશાંતના જુના સાથીદાર, એટલે કે ત્રણ વર્ષ જુના સહાયક સચિવ અંકિત આચાર્યએ કહ્યું કે, સુશાંત આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે, અંકિતનું કહેવુ છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે.
અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, સુશાંત સિંહ હંમેશા ખુશ રહેનારા માણસ હતો, અને તે આત્મહત્યા જેવુ પગલુ ભરી જ ના શકે. અંકિત આચાર્ચએ કહ્યું કે સુશાંત લોકોને સકારાત્મક પ્રેરણા આપનારાઓમાંનો એક હતો, તે કઇ રીતે આત્મહત્યા કરી શકે.
અંકિત આચાર્ચએ જણાવ્યુ કે, તેને સુશાંતની સાથે વર્ષ 2017 થી લઇને 2019 સુધી કામ કર્યુ, અને તે તેની સાથે 24 કલાક રહેતો હતો. અંકિત આચાર્ચનું એ પણ કહેવુ છે કે સુશાંતના ખાવાનાથી લઇને દવાઓ અને શૂટિંગનુ પણ ખ્યાલ રાખતો હતો. અંકિતને જ્યારે પુછવામાં આવ્યુ આ ઘટનાના પાછળ કૌણ હોઇ શકે છે તો તેને કહ્યું કે કંઇક નથી કહી શકતો, હજુ તપાસ ચાલુ છે.
અંકિત આચાર્ચએ કહ્યુ કે, તે સુશાંતના મોત વિશે ઉંડાણથી જાણતો હતો, તેને કહ્યું કે સુશાંતની આંખોની આસપાસ ઇજાના નિશાન હતા, ગળામાં લીલા કપડાંનુ નિશાન નહીં પરંતુ સુશાંતના ડૉગી ફઝના પટ્ટાનુ નિશાન હતુ.
અંકિત આચાર્ચએ એ પણ જણાવ્યુ કે, રિયા ચક્રવર્તી સુશાંતની જિંદગીમાં આવી ત્યારથી તે રજાઓ પર હતો. રિયા સાથે તેની ક્યારેય મુલાકાત ન હતી થઇ. સુશાંતના જુના સહાયક સચિવે અંકિત આચાર્ચએ જણાવ્યુ કે તે તેની પાસે છેલ્લી સેલેરી લેવા માટે પહોંચ્યો ત્યારે તે ખુબ ઉદાસ હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement