શોધખોળ કરો

ભરૂચ ડબલ મર્ડરથી ધ્રૂજ્યું: સસરાએ પુત્રવધૂ અને વેવાણને મોતને ઘાટ ઉતારી, રહસ્ય અકબંધ

Bharuch Double Murder: વ્હોરાવાડ અને કોઠી વિસ્તારની હચમચાવનારી ઘટના; 2 હત્યાઓ કર્યા બાદ સસરાએ પોતાના પર પણ છરીના ઘા ઝીંક્યા, હત્યાનું કારણ અકબંધ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભરૂચમાં સસરાએ પુત્રવધૂ અને વેવાણની ચપ્પુથી ઘાતકી હત્યા કરી.
  • આરોપી ઝૈનુલ ઝનોરવાલાએ હત્યા બાદ આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો.
  • આરોપી હોસ્પિટલમાં દાખલ, પોલીસ હત્યાનું સાચું કારણ શોધી રહી છે.

Bharuch Double Murder: ભરૂચ શહેરમાંથી 1 અત્યંત ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. આ ઘાતકી હત્યાકાંડને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.

અહીં રહેતા 1 સસરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જ પુત્રવધૂ અને વેવાણ (પુત્રવધૂની માતા) પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારીને સસરાએ બંને મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધી છે.

આ ભયાનક ડબલ મર્ડરની વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી સસરાએ પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, હૃદય કંપાવી મૂકનારી આ ઘટના ભરૂચના વ્હોરાવાડ અને કોઠી વિસ્તારમાં બની છે. જ્યાં ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલા નામના વ્યક્તિએ પોતાની પુત્રવધૂ અલીફીયા અને વેવાણ શહેનાઝબેન નમકવાલા પર એકાએક ચપ્પુથી ઘાતકી હુમલો કરી દીધો હતો.

આ હિંસક હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બંને કમનસીબ મહિલાઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ લોહિયાળ ખેલ બાદ આસપાસના વિસ્તારમાં સનાટો ખીચી ગયો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં શુદ્ધ ઘીના નામે ઝેર વેચવાનું કૌભાંડ, ત્રણ સ્થળેથી ₹31 લાખનું 4,850 કિલો શંકાસ્પદ ગાયનું ઘી જપ્ત

પોતાની પુત્રવધૂ અને તેની માતાની નિર્મમ હત્યા કર્યા પછી પણ આરોપી ઝૈનુલ ઝનોરવાલા અટક્યો ન હતો. તેણે એ જ લોહીલુહાણ ચપ્પુ વડે પોતાના હાથ, પગ અને ગળાના ભાગે ઘા મારીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો.

હાલમાં આ ડબલ મર્ડરના આરોપી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત સસરા ઝૈનુલ ઝનોરવાલાને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ પોલીસ દેખરેખ હેઠળ છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર ACB નો સપાટો: 1.76 કરોડ રોકડા અને 88 લાખનું સોનું, જાણો કોણ છે આ લાંચિયો ક્લાસ-1 અધિકારી

જોકે, 1 જ પરિવારના 2 સભ્યોની થયેલી આ ઘાતકી હત્યાઓ પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસની ટીમે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી આ મર્ડર પાછળનું રહસ્ય ઉકેલવા અને સાચું કારણ જાણવા સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની સાયબર માફિયાઓ પર મોટી સ્ટ્રાઈક, 2289 કરોડનું કૌભાંડ અને 638 ધરપકડ

Frequently Asked Questions

ભરૂચમાં કઈ ઘટના બની છે?

ભરૂચ શહેરમાં એક અત્યંત ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. જેમાં સસરાએ પોતાની પુત્રવધૂ અને વેવાણની ચપ્પુ મારી હત્યા કરી હતી.

આ હત્યાકાંડમાં કોણ ભોગ બન્યું અને કોણે કર્યો હુમલો?

પુત્રવધૂ અલીફીયા અને વેવાણ શહેનાઝબેન નમકવાલાની હત્યા થઈ છે. આરોપી સસરા ઝૈનુલ અબ્બાસ ઝનોરવાલાએ આ ઘાતકી હુમલો કર્યો હતો.

હત્યા કર્યા બાદ આરોપીનું શું થયું?

હત્યા કર્યા બાદ આરોપી સસરા ઝૈનુલ ઝનોરવાલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.

આ ડબલ મર્ડર પાછળનું કારણ શું છે?

આ ઘાતકી હત્યાઓ પાછળનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ ટીમે પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

ટોપ સ્ટોરી

IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget