(Source: ECI/ABP News/ABP Majha)
Sushant : સુશાંત સિંહ રાજપુતની બહેન પ્રિયંકાએ રિયા ચક્રવર્તીને કહી પ્રોસ્ટિટ્યુટ?
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તીના જીવનમાં પણ રીતસસનું વાવાઝોડું સર્જાયું હતું.
Sushant Singh Rajput Sister Tweet : સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તીના જીવનમાં પણ રીતસસનું વાવાઝોડું સર્જાયું હતું. રિયાએ એક વખત એમટીવીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જ્યારે હવે તે ફરી એકવાર 'રોડીઝ સીઝન-19'માં જજ બનીને પોતાની નવી ઇનિંગ શરૂ કરી રહી છે. શોમાં રિયા ચક્રવર્તીની એન્ટ્રીનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે, પરંતુ આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા સિંહે ટ્વિટ કર્યું છે. તેણે આ ટ્વીટમાં કોઈનું નામ નથી લખ્યું, પરંતુ જે રીતે કહેવામાં આવ્યું છે તેનાથી લોકોને લાગી રહ્યું છે કે તે રિયા ચક્રવર્તી માટે જ છે. પ્રિયંકા સિંહનું આ ટ્વીટ ખૂબ જ અશોભનીય છે અને અભદ્ર કહી શકાય તે પ્રકારનું છે. કારણ કે તેણે તેમાં 'વેશ્યા' શબ્દનો ઉપયોગ કર્યો છે.
પ્રિયંકા સિંહની આ ટ્વીટને રિયા ચક્રવર્તી સાથે કેમ જોડવામાં આવી રહી છે તેનું કારણ તેની ભાષા છે. 'રોડીઝ 19'ના પ્રોમોમાં રિયા ચક્રવર્તી કહે છે, 'તમને શું લાગે છે હું પાછી નહીં આવું? હું ડરી જઈશ?' ત્યાર બાદ તરત જ પ્રિયંકા સિંહે તેના ટ્વિટર એકાઉન્ટ પર હિન્દીમાં લખ્યું, 'તું કેમ ડરીશ? તુ એક વેશ્યા હતી, છે અને તમે હંમેશા રહીશ! સવાલ એ છે કે, તારા ગ્રાહકો કોણ છે? કોઈ સત્તાધારી વ્યક્તિ જ આ હિંમત આપી શકે.
तुम क्यूँ डरोगी? तुम तो व्यश्या थी, हो, और रहोगी!
प्रशन् ये है कि तुम्हारे उपभोगता कौन है?
कोई सत्ताधारी ही ये हिम्मत दे सकता है।
WhoResponsible 4Delay InSSRCs is obvious — Priyanka Singh (@withoutthemind) April 10, 2023
બહેને કહ્યું- તપાસમાં વિલંબ માટે જવાબદાર કોણ?
પ્રિયંકા સિંહે આ ટ્વીટના અંતમાં અંગ્રેજીમાં લખ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં વિલંબ માટે કોણ જવાબદાર છે તે સ્પષ્ટ છે? પ્રિયંકા સિંહના આ ટ્વિટ પર સુશાંતના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. જો કે, ઘણા લોકો એવા પણ છે કે જેઓ સ્ત્રી માટે આ પ્રકારની ભાષાને ખોટી ઠેરવી રહ્યાં છે.
રિયા ચક્રવર્તી 'રોડીઝ-19'માં ગેંગ લીડર બની
MTVએ રિયા ચક્રવર્તીને 'રોડીઝ-19'માં ગેંગ લીડર તરીકે રજૂ કરી છે. પ્રોમો રિલીઝ કરતા કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે, સાવધાન રહેવું પડશે કે ડરવું પડશે? રિયા ચક્રવર્તી વીડિયોમાં કહે છે, તમે શું વિચાર્યું કે હું પાછી નહીં આવું? હું ડરી જઈશ! ડરવાનો વારો બીજાનો છે. ઓડિશનમાં મળીશું.
સુશાંતનું મૃત્યુ, CBI તપાસ અને રિયા ચક્રવર્તી
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસની હજુ પણ સીબીઆઈ પાસે તપાસ ચાલી રહી છે. લગભગ ત્રણ વર્ષ પહેલા 14 જૂન, 2020 ના રોજ, સુશાંતનો મૃતદેહ તેના મુંબઈના ઘરે બેડરૂમમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)થી લઈને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સુધીની દરેક બાબતો અલગ-અલગ એંગલથી તપાસ કરી રહી છે. આ કેસમાં ડ્રગ ચેટના ખુલાસા બાદ NCBએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીની ધરપકડ કરી હતી. રિયા અને શૌવિક બંને હાલ જામીન પર બહાર છે.